મેડિકલમાં પ્રવેશ આપવાનું કહી કરાઈ છેતરપીંડી

admin
2 Min Read

રાજપિપળામાં રહેતી નર્સિંગ સ્કુલની પ્રિન્સિપાલની પુત્રીને મેડિકલમાં પ્રવેશ આપવાનું કહી 16 લાખ રુપિયાની છેતરપીંડી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. આ મામલે વડોદરા રાવપુરા પોલીસે છેતરપીંડી આચરનાર હિતેન્દ્ર ઠાકરની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે. હિતેન્દ્ર ઠાકરની સુમનદીપ વિદ્યાપીઠમાં મેડીકલમાં પ્રવેશ અપાવવાના બહાને ૧૬ લાખની ઠગાઈ કરી હોવાની ફરીયાદમાં ધરપકડ કરવામાં આવી છે.  રાજપિપળાની અંબિકાનગર સોસાયટીમાં રહેતા સુખમણીબેન વસાવા રાજપિપળા ખાતે જીતનગર ખાતે નર્સિગ સ્કુલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. તેમની પુત્રી શુંભાગીનીએ ચાલુ વર્ષે ધો.૧૨ તેમજ નીટની પરીક્ષા પાસ કરતા તેમણે પુત્રીને મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાવવા માટે વડોદરામાં રહેતા અને ગુજરાત પેરામેડિકલ નર્સિંગ ઈન્સ્ટીટયુટ ચલાવતા ડો.વિનય એચ.પટેલનો સંપર્ક કર્યો હતો. ડો.વિનયે વડોદરાની સુમનદિપ વિદ્યાપીઠમાં એજન્ટ મારફત એમબીબીએસમાં એડમીશન અપાવવાની વાત કરી હિતેન્દ્ર ઠાકર સાથે તેમનો પરિચય કરાવ્યો હતો. હિતેન્દ્રએ સુમનદિપ વિદ્યાપીઠના અધિકારી તરીકે ઓળખ આપી શુભાંગીનીને સુમનદીપ વિદ્યાપીઠમાં એડમીશન અપાવવાની ખાત્રી આપી સુખમણીબેન પાસેથી રોકડ અને ચેક દ્વારા ૩૩.૫૦ લાખ લઈ સુમનદીપ વિદ્યાપીઠના લેટરપેડ પર પ્રોવિઝનલ એડમીશન લેટર તેમજ સ્ટેમ્પ ટીકિટ સહિતની ૧૫.૭૫ લાખની ફી ભર્યાની રસીદ આપી હતી. શૈક્ષણીક સત્ર ચાલુ થઈ જવા છતાં શુભાંગીનીને કોલેજમાં જવા માટેની કોઈ કાર્યવાહી નહી થતાં સુખમણીબેને જાતે સુમનદિપ વિદ્યાપીઠમાં જઈ તપાસ કરી હતી જેમાં હિતેન્દ્ર ઠાકર અને ડો.વિનયે તેમની સાથે ઠગાઈની જાણ થઈ હતી. જે અંગે સુખમણીબેને પોલીસ ફરીયાદ નોંધાવતા રાવપુરા પોલીસે ડો.વિનય અને હિતેન્દ્ર ઠાકર સામે ગુનો નોંધ્યો હતો. હાલ રાવપુરા પોલીસે ફરિયાદના આધારે ઠગાઈ કરનાર હિતેન્દ્ર ઠાકરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article