વાગરા ખાતે સબ રજિસ્ટ્રાર કચેરીનું લોકાર્પણ

admin
1 Min Read

ભરુચના વાગરા ખાતે મોડેલ સબ રજિસ્ટ્રાર કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સબ રજિસ્ટ્રાર કચેરીનું લોકાર્પણ થતાં કચેરીએ દસ્તાવેજ કરવા આવતા નાગરિકોને હવે વાતાનુકુલિત અને આરામદાયક પ્રતિક્ષાખંડનો લાભ મળશે. અંદાજે 2 લાખ 45 હજારના ખર્ચે નવીનીકરણ પામેલ મોડલ કચેરીનું લોકાર્પણ કલેક્ટર ડો.એમડી મોડિયા અને જિલ્લા રજિસ્ટ્રાર ભરુચના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું. લોકાર્પણ પ્રસંગે વાગરા પ્રાંત, નોંધણી નિરીક્ષક ભરૂચ, મામલતદાર, સબ રજિસ્ટ્રાર વાગરા, તાલુકાના અધિકારીઓ સહિત પદાધિકારીઓ અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કચેરીના નવીનીકરણ કરવા પાછળ વાગરા સબરજીસ્ટ્રારે મહત્વની ભૂમિકા ભજવી હતી. મહત્વનું છે કે, વાગરા ખાતે સબરજીસ્ટ્રાર કચેરી આઝાદી પૂર્વથી જ તાલુકા મથકે કાર્યરત છે. કચેરીમાં સરેરાશ વાર્ષિક ૨૨૦૦ દસ્તાવેજોની નોંધણી થાય છે. જેના થકી સરકારને વાર્ષિક ૧૪ કરોડથી વધુ સ્ટેમ્પ ડ્યુટી અને બે કરોડથી વધુ નોંધણી ફી મળી કુલ ૧૬ કરોડથી વધારે આવક મળે છે. કચેરીમાં દસ્તાવેજોની નોંધણી, રેકોર્ડ શોધ, ઈન્ડેક્સ અને દસ્તાવેજની નકલો મેળવવા પ્રતિદિન ૫૦થી ૧૦૦ પક્ષકારોની અવરજવર રહે છે. મહત્વનું છે કે, પ્રધાનમંત્રીના ડિજિટલ ઇન્ડિયા કન્સેપ્ટને ધ્યાને લઇ ડિજિટલ ટ્રાન્જેકશન દ્ધારા અત્યાર સુધી ૫૪ કેસોમાં સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીની ઓનલાઈન ઈ-ચલણ ભરાવી ડાયરેકટ સાયબર ટ્રેઝરીમાં 13 કરોડ 76 લાખ 75 હજારથી વધુની રકમ જમા કરાવવામાં આવી છે.

 

Share This Article