બિહારના મંત્રીમંડળમાં ગુનેગારોને સ્થાન, 6 મંત્રી સામે ગંભીર ગુનાના કેસો ચાલી રહ્યા છે

admin
1 Min Read

બિહારમાં બહુમતી મેળવી સત્તામાં આવેલી નીતિશ કુમારની સરકારમાં શિક્ષણ મંત્રી બનેલા ડો.મેવાલાલ ચૌધરી ભ્રષ્ટાચારના આરોપોને લીધે નિશાના પર આવી ગયા છે, ત્યારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને ઇલેક્શન વોચના એક અભ્યાસ મુજબ નીતિશ મંત્રીમંડળના 14માંથી આઠ એટલે કે 57 ટકા મંત્રીઓ વિરુદ્ધ ગૂના નોંધાયેલા છે.

6 એવા મંત્રીઓ છે જેમની વિરુદ્ધ ગંભીર ગૂનાઓના આરોપસર કેસ ચાલી રહ્યા છે. અપરાધિક કેસો ધરાવતા 8 મંત્રીઓમાંથી બીજેપીના 4, જેડીયુના 2 અને અન્યે બે પાર્ટીઓના એક-એક મંત્રી સામેલ છે. જેમાંથી 6 મંત્રી સામે ગંભીર ગુનાના કેસો ચાલી રહ્યા છે.

એક સમય એવો પણ હતો જ્યારે 2017માં મેવાલાલ ચૌધરી વિરુદ્ધ એફઆરઆઇ થયા પછી મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમને મળવાની પણ ના પાડી દીધી હતી. પરંતુ આ વર્ષે તેમને જ શિક્ષણ ખાતુ સોંપવામાં આવ્યું હતું. જોકે ચૌધરીને મંત્રીમંડળમાં સામેલ કરાયાની સાથે જ હંગામો શરુ થયો હતો. નીતિશ મંત્રીમંડળમાં સામેલ 14 મંત્રીઓની સરેરાંશ સંપત્તિ 3.93 કરોડ રુપિયા છે. જોકે તેમના મંત્રીઓને લઇને બિહારના વિપક્ષ દળો ભારે વિરોધ કરી રહ્યા છે.

Share This Article