ગુજરાત હાઈકોર્ટના 3 જજ કોરોનાની ઝપેટમાં, ફિઝિકલ કોર્ટ શરુ થશે કે નહીં તે પ્રશ્ન

admin
1 Min Read

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. જેને લઈ તંત્ર પણ દોડતુ થયુ છે. હાલ રાજ્યમાં કોરોનાનો આંકડો પણ હવે 1.91 લાખની ઉપર પહોંચ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં ફરી કોરોનાએ પગપેસારો કરતા ખળભળાટ મચ્યો છે.

સુત્રોના જણાવ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટના ત્રણ જજ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. રાજયમાં કોરોનાનું ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે. ગુજરાત હાઇકોર્ટમાં ફરી કોરોનાનો પગપેસારો થયો છે. ગુજરાત હાઇકોર્ટમાં 3 જજ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. હાઇકોર્ટના જે ત્રણ જ્જ કોરોના સંક્રમિત થયા છે તેમાં જસ્ટિસ આર.એમ.સરીન, જસ્ટિસ એ.સી.રાવ, જસ્ટિસ જી.આર.ઉધવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે ફિઝિકલ કોર્ટ શરૂ થવા પર પણ ફરી વિચારણા થઇ રહી છે. ગુજરાત હાઇકોર્ટમાં 3 જજ કોરોનાની ઝપેટમાં આવ્યા 23 નવેમ્બરથી ફિઝિકલ કોર્ટ શરૂ થવા પર અસમંજસ કોર્ટ શરૂ થતા પહેલા તમામ સ્ટાફના કોરોના ટેસ્ટ થશે.

અગાઉ પણ હાઇકોર્ટમાં સ્ટાફ સંક્રમિત થયો હતો. મહત્વનું છે કે, કોરોનાનો ત્રીજો તબક્કો શરુ થયો છે, દિવાળીની મજા જનતાની જ સજા બની છે. દિવાળીના તહેવારોમાં અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. પશ્ચિમ અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

Share This Article