ડભોઈમાં મગરનું બચ્ચું ઝડપાયું

admin
1 Min Read

ડભોઇના મોર્ડન ફાર્મ વિસ્તારમાં આવેલ એક તલાવડી ખાતે મચ્છી પકડવા માછીમારો દ્વારા ઝાડ ફેકવામાં આવી હતી પરંતુ ઝાડીને પરત બહાર કાઢતા તેમાં 2 ફૂટનું એક મગરનું બચ્ચું ઝાડીમાં ફસાઈ ગયેલું જોઈ તે વિસ્તારના લોકોએ તત્કાલીક ડભોઇ વાઇલ્ડલાઈફ ટ્રસ્ટના વૈભવ પટેલવિપુલ વસાવાઆલય શાહરોણક રાવલને જાણ કરતાં ડભોઇ વનવિભાગના અધિકારીઓએને સાથે રાખી સ્થળ ઉપર જઇ તે મગરના બચ્ચાને  ઝડપી પડાયું હતું. જોઈએ કે વિસ્તારમાં મગરનું બચ્ચું કઈ રીતે આવે તે એક ચર્ચાનો વિષય બન્યો હતો. શું બચ્ચું છે તો તેની માતા પણ વિસ્તારમાં હોઈ શકે તેવી અનેક વાતો વિસ્તારના લોકોમાં ભયની સ્થીતી ઊભી કરી રહી છે. મગરના બચ્ચાને જોવા આસપાસના રહીશોના ટોડેટોડા ઉમટી પડ્યા હતા. વનવિભાગ દ્વારા મગરના બચ્ચાને હાલ રહેણાક વિસ્તારથી દૂર લઈ જઈ  છોડી મૂકવામાં આવ્યો છે અને તે બચ્ચાની માતાની શોધખોળ હાથ ધરી છે.

Share This Article