દિલ્હી હિંસામાં ઘાયલોની મદદે આવ્યા CRPF જવાનો, કુલ 1500 સુરક્ષાકર્મીઓએ કર્યું રક્તદાન

admin
2 Min Read

રાજધાની દિલ્હીના રસ્તા પર જ્યારે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના વિરોધી અને સમર્થક આમને-સામને આવ્યા તો હિંસામાં ઘણા ઘરોના દીવા ઓલવાઈ ગયા છે. કોઈએ પોતાનાને ગુમાવ્યા, તો કોઈ પોતાનાને હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા જોઈ રહ્યાં છે. દિલ્હીના રસ્તા પર હેડ કોન્સ્ટેબલ રતન લાલનો અસામાજિક તત્વોએ જીવ લીધો તો ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત ડીસીપી અમિત શર્માની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પેરા મિલિટરી ફોર્સ ઉત્તર-પૂર્વી દિલ્હીના હિંસા પ્રભાવિત વિસ્તારમાં સુરક્ષા તો આપી રહી છે તો સીઆરપીએફ જવાનોએ પોતાના ઈજાગ્રસ્ત સાથિઓ અને દિલ્હીવાસીઓની મદદ માટે બ્લડ ડોનેટ કર્યું છે.સુરક્ષાકર્મીઓએ હિંસામાં સળગેલા દિલ્હીવાસીઓનો જીવ બચાવવા માટે સીઆરપીએફનાં જવાનોએ પોતાનું લોહી આપ્યું છે. 30થી વધારે સીઆરપીએફનાં જવાનોએ જીટીબીમાં રક્તદાન કર્યું છે જેથી ઘાયલોની સારવારમાં લોહીની કમી ના પડે.

અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારનાં પૈરામિલિટ્રીનાં 50 જવાનોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 34 જવાનોએ રક્તદાન કર્યું અને બાકીનાઓને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. આ દરમિયાન સીએપીએફનાં 1500 સુરક્ષાકર્મચારીઓએ એમ્સની તરફથી આયોજિત કેમ્પમાં ગુરુવારનાં બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો.

મહત્વનું છે કે, સીએપીએફ અંતર્ગત આવનારા સીઆરપીએફ, બીએસએફ, સીઆઈએસએફ અને આઈટીબીપીનાં જવાનોએ બ્લડ ડોનેટ કર્યું છે. સીએપીએફનાં વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આમાં સીઆરપીએફનાં 500 કર્મચારી, સીઆઈએસએફનાં 400, બીએસએફનાં 350 અને આઈટીબીપીનાં 100 સુરક્ષાકર્મચારીઓએ બ્લડ ડોનેટ કર્યું છે. ત્યારે સુરક્ષાકર્મીઓ દ્વારા કરવામાં આવેલ રક્તદાનને લઈ સૌ કોઈ આ કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે.

Share This Article