દિલ્હી હિંસામાં મોતનો આંકડો વધીને 38 થયો, તપાસ એસઆઈટીને સોંપવામાં આવી

admin
1 Min Read

દિલ્હીમાં ફેલાયેલી હિંસામા અત્યારે સુધીમાં કુલ 38 લોકોના મોત થયા છે. ઉત્તર પૂર્વી દિલ્હીના ઘણા વિસ્તારમાં થયેલી સાંપ્રદાયિક હિંસાના મામલાની તપાસ માટે ખાસ તપાસ દળ (એસઆઈટી)ની રચના કરવામાં આવી છે. આ એસઆઈટી દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચની હેઠળ કામ કરશે. મહત્વનું છે કે અત્યાર સુધી આ હિંસામાં 38 લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે.

હિસાની ઘટનામાં 106થી વધારે તોફાની તત્વોની અટકાયત કરવામાં આવી છે. તોફાનો સાથે જોડાયેલા તમામ કેસોને એસઆઈટી પાસે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.

મહત્વનું છે કે દિલ્હી પોલીસે ઉત્તર પૂર્વી જિલ્લામાં થયેલા તોફાનોને લઈને 48 કેસ દાખલ કરવામાં આવ્યા છે. હવે આ તમામ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચની યૂનિટમાં બનેલી SIT કરશે. તો બીજી તરફ દાવો કરવામાં આવ્યો છે કે, દિલ્હીમાં સ્થિતિ કાબુમાં આવી ગઈ છે.

મહત્વનું છે કે બુધવારે એનએસએ અજીત ડોભાલે દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમજ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી તમામ સાથે હળી મળીને રહી દેશને આગળ વધારવા જણાવ્યું હતું.

આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસામાં ઘણા મકાનો-દુકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી. જેના પગલે બન્ને સમુદાય હિન્દુ અને મુસ્લિમ પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. જેમાં અનેક લોકો બેઘર બની ગયા છે, જેમને દિલ્હી સરકાર દ્વારા રાહત કેમ્પોમાં સહારો આપવામાં આવી રહ્યો છે…

Share This Article