Connect with us

મહિસાગર

ગણેશ સ્થાપના નિમિત્તે કરંટ લાગવાની ઘટના

admin

Published

on

સંતરામપુરમાં ગણેશ સ્થાપના નિમિત્તે ઝંડો ફરકાવતા યુવકને કરંટ લાગ્યો, શ્રીજીની મુુર્તિ પાસેથી નીચે પટકાયો હતો.યુવકને તાત્કાલિક  સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગણેશ સ્થાપના નિમિત્તે કરંટ લાગવાની રાજ્યની ત્રીજી ઘટના સામે આવી છે.સંતરામપુરમાં ગણેશ સ્થાપના નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન અંદર ગણેશજીની મુર્તિ પાસે અનુરાગ મોચી નામનો યુવક ઝંડો ઉચો કરીને ફરકાવતો હતો. આ દરમિયાન ઝંડો ઈલેક્ટ્રિક વાયરને અડી જતા તેનો ભયાનક કરંટ લાગ્યો હતો. જેથી તે શ્રીજીની મુર્તિ પરથી નીચે પટકાયો હતો. આ સમગ્ર ઘટના વીડિયો ઉતારતા એક મોબાઈલમાં કેદ થઈ હતી. જોકે, અનુરાગને તાત્કાલિક સંતરામપુરના સ્ટેટ હોસ્પિટલમાં ખસેડાતા તેનો આબાદ બચાવ થયો હતો. બાળપણથી જ તે પોતાના ઘરે ગણેશ સ્થાપના કરતો હોવાથી શ્રીજીએ તેનો જીવ બચાવ્યો છે તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

મહિસાગર

મહીસાગર જિલ્લામાં કોરોનાનો પ્રવેશ, વીરપુરમાં કોરોનાનો એક કેસ પોઝીટીવ આવ્યો

Dhara Sharma

Published

on

મહીસાગરમાં આવેલા વીરપુર તાલુકામાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે.  મહત્વનુ છે કે, અત્યારે કલસ્ટર સેમ્પલ કલેક્શનના રિપોર્ટમાં પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યો છે. આ વ્યક્તિ દુબઇથી આવેલો છે.

મળતી વિગત અનુસાર વીરપુરના ચિરાગ મહેન્દ્રભાઈ ભાવસાર નામના શખ્સને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેવામાં એમના ક્વોરેન્ટાઇનના 28  દિવસ પુરા થઇ ગયા હતા. તેમજ બાજુમાં અરવલ્લીમાં આજે એક કેસ પોઝિટિવ આવી ગયો છે.  ત્યારે પંચમહાલ, દાહોદ, અરવલ્લી, રાજસ્થાન બોર્ડર બધી બાજુ કેસ પોઝિટિવ આવ્યા છે અને અત્યારે મહીસાગરમાં એક કેસ પોઝિટિવ સામે આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજે દિવસ દરમિયાન કોરોનાના નવા 58 કેસ નોંધાયા છે. જેમાં 53 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 167 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેમજ અત્યાર સુધીમાં 73 દર્દીઓને સાજા થતાં રજા આપી દેવામાં આવી છે. 

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1706 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 163 પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 20903 ટેસ્ટ કરવામા આવ્યા છે. જેમાં 929 નેગેટિવ અને 19974 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે.  28 ફ્રન્ટ લાઈન વોરિયર્સ કોરોના પોઝિટિવ છે, તમામની સારવાર થઈ રહી છે.

 

Continue Reading

મહિસાગર

સંતરામપુરમાં મકાઈના પાકની વાવણી

admin

Published

on

By

મહિસાગર  જિલ્લામાં મકાઈના ઉભા પાકમાં ઇયળનો ઉપદ્રવ વધતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે. ત્યારે જિલ્લાના સંતરામપુર તાલુકામાં શિયાળુ પાકમાં ખેડૂતો દ્વારા મકાઈના પાકની વાવણી કરવામાં આવી રહી છે.  મકાઈના ઉભા પાકને નુકસાન થઈ રહ્યું હતું અને જેના કારણે ખેડૂતો ચિંતાતુર ખેડૂતોએ ઉભાપાકમાં ઇયળના કારણે થતા નુકશાનથી બચાવવા દવાનો પણ છંટકાવ કર્યો હતો. શિયાળાની શરુઆત થતા જ મકાઈ, ઘઉ તથા કઠોળના વાવેતર ધરતીપુત્રોએ શરુ કર્યા છે. ઈયળોનો ઉપદ્રવ વધતા ફરી ખેડૂતો શિયાળુ પાકનું ઉત્પાદન કરવા મજબુર બન્યા છે. ખેડૂતો માટે આ વખતે કુદરતના કહેરના કારણે ખેતીમાં ખુબજ મોટું નુકસાન ભોગવાનો વારો આવ્યો છે. મહીસાગરજિલ્લામાં ચોમાસામાં જરુર કરતા વધારે વરસાદ ત્યારબાદ કમોસમી વરસાદ અને હવે મકાઈ ના ઉભા પાકમાં ચારટપકાં વાળી ઇયળનો ઉપદ્રવ વધતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે અને તેમણે મકાઈના પાકની ફરી વાવણી શરુ કરી દીધી છે.. મહત્વનું છે કે, અતિવૃષ્ટિ અને માવઠાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન થયુ છે. જેના પગલે ખેડૂતો પણ સરકાર સમક્ષ યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે.

Continue Reading

મહિસાગર

માનગઢ ધામ ખાતે બિરસામુંડા જન્મજયંતિ ઉજવાઈ

admin

Published

on

By

માનગઢધામ ખાતે સંતરામપુરના ધારાસભ્યશ્રી કુબેરભાઈ ડીંડોર અને ગાયત્રી પરિવાર સંતરામપુર દ્વારા ૧૯૧૩ માનગઢ ક્રાંતિના મહાનાયક, આદિવાસી સ્વાધીનતા સંગ્રામના પ્રણેતા ગોવિંદ ગુરુજી તથા આદિવાસી સ્વાધીનતા સંગ્રામના ૧૫૦૭ આદિવાસી શહીદ વીરોને પૂજા-અર્ચના કરી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.ગુજરાત- રાજસ્થાન – મધ્યપ્રદેશના ત્રિભેટે આવેલું માનગઢ ધામ ગોવિંદ ગુરૂની ધૂણી અને ઐતિહાસિક તથા આદિવાસી સ્વાધિનતા- સ્વતંત્રતા આંદોલનના આધ્ય પ્રણેતા ગોવિંદ ગુરૂ ની કર્મભૂમિ અને તપોભૂમિ માનગઢ હિલ છે.માનગઢ ધામ ખાતે ૧૭મી નવેમ્બરે આદિવાસી મહાનાયક બિરસામુંડાની જન્મજયંતિના ઉપલક્ષમાં સંતરામપુરના ધારાસભ્યશ્રી કુબેરભાઈ ડીંડોરે બલિદાન દિવસ શ્રધ્ધાંજલી કાર્યક્રમ નિમિત્તે મહાનુભાવોએ શહિદ વીરોને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.માનસિંહ રાજાના નામ પરથી આ સ્થળનું નામ માનગઢ પડ્યું છે. ગોવિંદ ગુરૂ એ સમાજ સુધારણાના અનેક કાર્યો સાથે અંગ્રેજો સામે જંગ છેડ્યો હતો. જલીયાવાલા બાગ કરતા પણ મોટો સ્વાતંત્ર્ય સંગ્રામ આ ધરતી પર થયો હતો એ સમયે ૧૫૦૭ જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓ શહિદ થયા હતા.

 

Continue Reading
ગુજરાત33 mins ago

લગ્નનું આયોજન કરવા માંગતા લોકો માટે રાહતના સમાચાર

બીઝનેસ3 hours ago

ક્યારે શોધાશે ભારતમાં ભ્રષ્ટાચારની વેક્સિન? એશિયામાં સૌથી ભ્રષ્ટ દેશ ભારત

ગુજરાત4 hours ago

રાજકોટ આગની ઘટનાના પડઘા સુપ્રીમમાં પડ્યા, સુપ્રીમે ગુજરાત સરકારનો ઉધડો લીધો

રાજકોટ6 hours ago

રાજકોટ હોસ્પિટલમાં અગ્નિકાંડમાં 5 લોકોના મોત, 3 દર્દીઓ બેડ પર જ જીવતા ભૂંજાયા

ગુજરાત7 hours ago

દેશભરમાં કોરોનાના કેસમાં મોટો ગોટાળો, ગુજરાતમાં 2 લાખ કેસની નોંધણી જ નહીં?

અમદાવાદ22 hours ago

ગુજરાતના મહાન ગણિતશાસ્ત્રી અરૂણ વૈદ્યનું 85 વર્ષે નિધન

ગાંધીનગર22 hours ago

ગાંધીનગરમાં એક જ એમ્બ્યુલન્સમાં કોરોના દર્દીઓના ચાર મૃતદેહ લઈ જવાતા ખળભળાટ

નેશનલ23 hours ago

તો આ રાજ્યમાં લાગુ થઈ શકે છે રાત્રિ કર્ફ્યૂ

વર્લ્ડ4 weeks ago

તો પાકિસ્તાનનું સંચાલન કરે છે આ ખૂબસુરત મહિલા…ઈમરાન ખાન પણ એના ઈશારા પર નાચે છે..

વાયરલ4 weeks ago

ખરેખર નદી પાર કરી રહેલ આ 50 ફૂટ લાંબો એનાકોન્ડા છે કે પછી બીજું કંઈ?

વર્લ્ડ4 weeks ago

સાઉદી અરબ : મક્કામાં મોટી મસ્જિદમાં અજાણ્યા શખ્સે ઘુસાડી દીધી કાર…વિડિયો થયો વાયરલ

ગુજરાત3 weeks ago

ક્યાં છે રોજગાર? સિદ્ધપુરમાં શિક્ષિત યુવકનો રોજગાર ન મળતા આપઘાત

ધર્મદર્શન4 weeks ago

પર્વતરાજ ગિરનાર પછી પર્વતની રાણી મસુરી ખાતે મોરારીબાપુની રામકથા

વર્લ્ડ4 weeks ago

પયગંબર કાર્ટૂન વિવાદ : ઈસ્લામને લઈ ફરી ફ્રાંસના રાષ્ટ્રપતિએ આપ્યું મોટું નિવેદન

વર્લ્ડ4 weeks ago

કોરોના વકરતા ફ્રાંસ બાદ વધુ એક દેશમાં લોકડાઉન 2 લાગુ કરાયું

અમદાવાદ3 weeks ago

ગુજરાત સરકારે CNG વાહન ચાલકોને આપી મોટી રાહત

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.