દબંગ 3નું મોશન પોસ્ટર થયું રિલીઝ

admin
1 Min Read

સલમાન ખાન સ્ટારર ‘દબંગ 3’ ફિલ્મનું પહેલું મોશન પોસ્ટર રિલીઝ થયું છે. આ ફિલ્મ હિન્દી, કન્નડ, તમિળ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. સલમાને તેની ફિલ્મનું મોશન પોસ્ટર પણ આ ચારેય ભાષામાં રિલીઝ કર્યું છે.


સલમાને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરતાં લખ્યું કે, ‘આ રહે હૈં. ચુલબુલ રોબિનહૂડ પાંડે. ઠીક 100 દિન બાદ. સ્વાગત તો કરો હમારા.’દબંગ 3’ આ વર્ષે 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે. ‘દબંગ’ ફિલ્મ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ‘દબંગ 3’ છે. આ ફિલ્મને પ્રભુદેવાએ ડિરેક્ટર કરી છે. આ ફિલ્મને અરબાઝ ખાન અને સલમાન ખાને પ્રોડ્યૂસ કરી છે.


ફિલ્મની સ્ટારકાસ્ટમાં સલમાન ખાન, અરબાઝ ખાન, સોનાક્ષી સિન્હા છે. ઉપરાંત આ ફિલ્મથી મહેશ માંજરેકરની દીકરી સાઈ તેનું બોલિવૂડ ડેબ્યુ કરી રહી છે. સલમાનના પિતાના રોલમાં સ્વર્ગસ્થ વિનોદ ખન્નાના ભાઈ પ્રમોદ ખન્ના છે.

Share This Article