દબંગ 3ને કારણે અટકી રહી છે ફિલ્મ ઈન્શાહઅલ્લાહ

admin
1 Min Read

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ દબંગ 3નું શૂટિંગ કરી રહ્યા છે. જેનું શૂટિંગ હાલ જયપુરમાં ચાલી રહ્યું છે. જો કે બોલીવુડમાં એવી ચર્ચા છે કે દબંગ 3ને કારણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ઈન્શાહઅલ્લાહનું શૂટિંગ લેટ થઈ રહ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. જો કે હાલ તો સલમાન ખાન દબંગ થ્રીમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં ફરી એકવાર સલમાન ખાન ચુલબુલ પાંડેના અવતારમાં દેખાશે. આ ફિલ્મમાં તેમને આગલી બંને ફિલ્મ કરતા પણ યંગ બતાવવામાં આવશે. એક ઈન્ટરવ્યુમાં સલમાન ખાને કહ્યું હતું,”મારું માનવું છે કે આ મારું કામ છે કે લોકોનું મનોરંજન કરતો રહું, તેમને ખુશ રાખું અને પ્રેરણા આપું. એટલે હું આટલું કામ કરું છું. જે પણ દુઃખ દર્દ ભોગવું છું, તે દર્શાવે છે કે હું કેટલું કામ કરી રહ્યો છું. આ બધું અઘરું છે પરંતુ જ્યારે તમારા ફેન્સ તમારા કામને વખાણે છે અને આનંદ લે છે, ત્યારે તમને વધુ કામ કરવાની ઈચ્છા થાય છે”. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સલમાન ખાનની ફિલ્મ ભારત રિલીઝ થઈ હતી.

Share This Article