દાહોદ : દાહોદના જેકોટ ગામે અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે પર સર્જાયો અકસ્માત

admin
1 Min Read

દાહોદ તાલુકાના જેકોટ ગામે ઈક્કો કાર અને ટ્રેકટર વચ્ચે થયેલ માર્ગ ઇક્કો કારના ચાલકને ઈજાઓ થતાં તેઓને 108 મારફતે સારવાર માટે મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના જેકોટ ગામે અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો

જેમાં ઈક્કો કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં ઇક્કો કારના ચાલકે ટ્રેકટરને પાછળ થી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ઇક્કો કાર ટેક્ટરના પાછળના ભરાતા ઇક્કો કારનો ચાલક ગાડીમાં ફસાયો હતો. ત્યારે આસપાસના લોકો એ દોડી આવી ઇક્કોના ચાલક ને બહાર કાઢવાની જહેમત ઉઠાવી હતી. આ અક્સમાતમાં જે.સી.બી. અને લોકોની મદદથી ફસાયેલા કાર ચાલક યુવક ને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે ઇજાગ્રસ્ત કાર ચાલક ને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા .

Share This Article