પાટણ : છાત્રો દ્વારા રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી ફી માફી માટે માંગ કરવામાં આવી

admin
2 Min Read

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ એમ.બી.એ વિભાગમાં છાત્રોને જાહેર કરેલ શિક્ષણ ફીમાં 15 ટકા રાહતનો લાભ ન આપવામાં આવ્યો હોય છાત્રો દ્વારા રજિસ્ટ્રારને આવેદન પત્ર આપી ફી માફી માટે માંગ કરવામાં આવી હતી.વર્ષ 2020 -21 નવીન સત્રમાં દરેક છાત્રોને શિક્ષણ ફીમાં 15 ટકા રાહત આપવામાં આવે તેવો સરકાર દ્વારા સૂચના આપવામાં આવતા યુનિવર્સિટી દ્વારા જાહેરાત પણ કરવામાં આવી હતી . ત્યારે જે સમયે છાત્રોએ ફી ભરી દીધી હોય તો તેમને આગળના સેમમાં ફી ઓછી લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું .જ્યારે એમ.બી.એ વિભાગના એકપણ સેમિસ્ટરમાં એ સમયે કે વર્ષ 2021 -22 ના નવીન સત્રમાં પણ રાહત ન આપી પૂરેપુરી ફી લેવામાં આવી રહી હોઈ ફીમાં 15 રાહત આપવામાં આવે તેવી માંગ સાથે સેમ- 4 ના છાત્રો દ્વારા શુક્રવારે રજિસ્ટ્રાર ડૉ.ડી.એમ.પટેલને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

રજિસ્ટ્રાર દ્વારા જણાવ્યું હતું કે આ બાબતે છાત્રોના હિતમાં કુલપતિ સમક્ષ તેમની રજૂઆત મુકવામાં આવશે.એમ.બી.એના છાત્રોએ જણાવ્યું હતું કે તેમ 3 માં એમ કહીને ફી ભરાવી હતી કે સરકારની જાહેરાત થશે તો સેમ 4 માં સરભર ગણીને રાહત આપીશું . પરંતુ સેમ 4 માં પુરી ફી માંગી રહ્યા છે . ગયા વર્ષે કોરોનામાં 10 હજારના બદલે ફક્ત 6 હજાર સ્કોલરશીપ આપવામાં આવી છે . જો સ્કોલરશીપ ઓછી થતી હોય તો ફી કેમ ઓછી લેવામાં આવતી નથી .

Share This Article