દાહોદ : દાહોદમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા, રસીકરણ કેમ્પ માં ઉમટી ભીડ

admin
1 Min Read

દાહોદમાં કોરોનાની મહામારી વચ્ચે સંજીવની ગણાતી વેકિસન આપવા માટે કેમ્પનું આયોજન કરાયું છે. ત્યારે આ કેમ્પમાં ભીડ ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.સમગ્ર ગુજરાત કોરોનાના કેસમાં દિન-પ્રતિ દિન ઘટાડો જોવા મળી રહ્યો છે, કોરોના ઘટતા જતા કેસો ની સામે સાથે સાથે વેક્સીનેશન ની પણ કામગીરી તંત્ર દ્વારા કરાઈ રહી છે, જેમાં આજરોજ દાહોદમાં ખાતે પ્રદેશ નગર પાલિકાના કાઉન્સિલર દ્રારા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા વેકસીનેશન કેમ્પમાં લોકોએ વેક્સિન લીધી હતી.

જેમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડતા કાઉન્સિલરની હાજરીમાં જ સોશિયલ ડીસ્ટંસના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. જેમાં લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને નિયમોને નેવે મુક્યા હતા. મહત્વનું છે કે આ ભીડ જોતા દાહોદ માં કોરોના કેસ ઓછા થતા લોકો બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.

Share This Article