ગુજરાત : ગુજરાત : ઇસુદાન ગઢવી…આપ આયે, “આપ” મેં બહાર આયેગી?

admin
2 Min Read

2022ની વિધાનસભા ચૂંટણીની પહેલા દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે ગુજરાતની મુલાકાત કરતા રાજકીય ગરમાવો છે. ત્યારે તેઓએ કહ્યુ કે હવે ગુજરાતના લોકોને ત્રીજો વિકલ્પ મળ્યો છે. તો આ તરફ જાણીતા પત્રકાર ઇસુદાન ગઢવીને અરવિંદ કેજરીવાલે ખેસ પહેરાવીને આપમાં પ્રવેશ કરાવ્યો હતો. તો બીજી બાજુ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને ઇસુદાન ગઢવીનો આપમાં સ્વાગત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે ઇસુદાનનું આમ આદમી પાર્ટી પરિવારમાં સ્વાગત છે. ઇસુદાનના આવવાથી ગુજરાત આપને નવી ઊર્જા મળશે અને મને વિશ્વાસ છે કે આગામી સમયમાં ગુજરાતનું રાજકારણ બદલાશે. ત્યારે ઇસુદાનના પાર્ટીમાં આવવાથી પક્ષને એક જાણીતો ચહેરો મળી ગયો છે અને પાર્ટીના લોકો તેમેને અભિનંદન પાઠવી રહ્યા છે. એટલુ જ નહિ કેજરીવાલે પણ આજની પ્રેસ કોન્ફરન્સમાં એક ઘટનાને વર્ણવતા કહ્યું હતું કે ગુજરાતના લોકો ઇસુદાનને ગુજરાતના બીજા કેજરીવાલ માને છે ત્યારે હવે એ જોવું રહ્યું કે આવનારા સમયમાં વિધાનસભા ચૂંટણીઓમાં શું પાર્ટી તેમને માત્ર ટિકિટ આપી ચૂંટણી જ લડાવશે કે ચૂંટણીકાર્યમાં મહત્વની જવાબદારી સોંપશે એ આગામી ટૂંક સમયમાં જાણવા મળશે….39 વર્ષના ઈશુદાન ગઢવી જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે.

તેમના પિતા ખેરાજભાઈ ગઢવી ખેડૂત હતાં ઈસુદાન હાલમાં તેમની માતા પત્ની અને બે બાળકો સાથે અમદાવાદમાં સ્થાઈ થયાં છે. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે 2005માં તેમણે જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડીગ્રી મેળવ્યા બાદ તેમણે દૂરદર્શનના યોજના નામના કાર્યક્રમમાં જોડાયાં હતાં. ત્યાર બાદ તેઓ સપ્ટેમ્બર 2005માં હૈદરાબાદ ખાતે ગુજરાતી ચેનલમાં જોડાયાં હતાં. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થકી રાજ્યના રાજકારણમાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો છે અને અનેક બેઠકો જીતી છે. ત્યારે હવે ઈશુદાન ગઢવીના પાર્ટીમાં આવવાથી શું ફાયદો થાય છે તે તો આવનારો સમય જ બતાવશે… નોંધનીય છે કે ભારતભરમાં આમ આદમી પાર્ટીને સુશિક્ષિત સભ્યો અને કાર્યકરોવાળી પાર્ટી તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાન પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પોલિટિકલ સાયન્સ સાથે ગ્રેજ્યુએટ થયેલા છે. પ્રદેશના મીડિયા કન્વીનર તુલી બેનરજી જર્નાલિસ્ટ ઠે. હવે રાજ્યના જાણીતા મીડિયાકર્મી ઇસુદાન ગઢવી પણ પાર્ટી સાથે જોડાતાં વિધાનસભામાં ચૂંટણીમાં રસાકસી ચોક્કસ જોવા મળશે..

Share This Article