
દાહોદ શહેરના પડાવ વિસ્તાર ખાતે આવેલ ખાલસા હોટલમાં હોટેલનું જમવાનું બનાવતી વેળાએ વહેલી સવારના સમયેરસોઈયા દ્વારા ગેસ ઉપર કુકર મૂકી તેમાં દાળ બાફતો હતો તે સમયે એકાએક ચાલુ ગેસએ કુકર ફાટતા ધડાકાનો અવાજ આવ્યોહતો જેને પગલે આસપાસના રહીશો તેમજ અન્ય લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. કુકરની દાળ હોટલની આજુબાજુફેલાઈ જવા પામી હતી. સદ્નસીબે આ બનાવમાં કોઇને કોઇ પ્રકારની ઈજા કે જાનહાની ન થતા હોટલના માલિકે હાશકારો અનુભવ્યો હતો
