
દાહોદ શહેરના સ્ટેશન રોડ પર એકસીસ બેન્કની બાજુમાં બહાર દૂધ વેંચતા વેપારીની રૂપીયા ભરેલી બેગ ઉઠાવતાનો સીસીટીવીવિડિઓ આવ્યો સામે આવ્યો છે. દાહોદ શહેરના સ્ટૅશન રોડ પર આવેલી એકસીસ બેન્કની બહાર ગઈ કાલે વહેલી સવારે રોડઉપર બેસી દૂધનું કાઉન્ટર ચલાવતા દૂધના વેપારીની નજર ચૂકવી એક ગઠિયો રૂપીયા ભરેલી બેગની થેલીની આડમાં શેરવી લઈજતા ચકચાર મચી જવા પામ્યો હતો જોકે આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે ત્યારે દૂધના વેપારીના બેગમાં મુકેલા 70 હજાર જેટલી માતબર રકમ ભરેલી બેગ ગઠિયો ઉઠાવી લઈ જતા દૂધના વેપારીને માથે રાખીરડવાનો વારો આવ્યો છે ત્યારે હાલતો આ સમગ્ર મામલે વેપારી દ્રારા પોલીસ મથકે અરજી કરતા પોલીસે સીસીટીવી કેમેરાની ચકાસણી હાથ ધરી છે
