દાહોદ : ખારવા નદીમાંથી મળી કિશોરની લાશ

admin
1 Min Read

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામના ૧૩ વર્ષીય કિશોરની શંકાસ્પદ હાલતમાં ખારવા નદીમાંથી લાશ મળી આવતા પરિવારજનોએ સમગ્ર ઘટનાની તપાસ CID ક્રાઈમ મારફતે કરાવવાની માંગ સાથે ડી.વાય.એસ.પી. ઝાલોદને આવેદનપત્ર આપ્યું હતું. પ્રાપ્ત વધુ માહિતી અનુસાર દાહોદ જીલ્લાના ઝાલોદના તાલુકાના લીમડીના ડબગર સમાજનો ૧૩ વર્ષીય યુવક બે દિવસ અગાઉ ઘરેથી નીકળ્યા બાદ પરત ઘરે નહિ આવતા શોધખોળ કરવામાં આવી હતી. કિશોરનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં ખારવા નદીમાંથી મળી આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. ત્યારે આજે સમગ્ર લીમડીના ડબગર સમાજ સહિત અન્ય સમાજ દ્વારા 13 વર્ષીય કિશોરનું શંકાસ્પદ હાલતમાં થયેલ મોત બાબતે CID ક્રાઈમ મારફતે નિષ્પક્ષ તપાસની માંગ સાથે રેલી યોજી ઝાલોદ ડી.વાય.એસ.પીને આવેદનપત્ર આપ્યું હતું.

Share This Article