ભાવનગરના લોકોને સ્ટેમ્પ માટે ભારે મુશ્કેલી

admin
2 Min Read

સરકાર દ્વારા સ્ટેમ્પ માટે ઓનલાઈન પ્રક્રિયા લાગુ કરતા નાના વર્ગના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભાવનગર શહેરમાં શહેર ઉપરાંત જિલ્લાભરમાંથી લોકો એફિડેવિટ, દસ્તાવેજ સહિતના સ્ટેમ્પિંગ કામ માટે પોતાના ધંધા રોજગાર છોડીને આવું કામ પૂરું કરવા હેરાન થવું પડે છે. ત્યારે સરકાર દ્વારા સ્ટેમ્પિંગ માટે ઓનલાઈન સુવિધાનો નિયમ લાગુ કરતા લોકોને સરળતાથી મળી રહેતા હતા. તેના બદલે હવે લાંબી કતારોમાં ઉભા રહી ઓનલાઈન કરવું પડે છે. જેમાં ખાસ કરીને 50, 100ના નાના સ્ટેમ્પ ધારકોને પણ સવારથી સાંજ સુધી લાઈનમાં ઉભા રહી પરેશાની ભોગવી પડે છે. ભાવનગર શહેરમાં 22 જેટલા સરકાર માન્ય સેન્ટરો હોવા છતાં માત્ર 2 સેન્ટર પર ઓનલાઈન સ્ટેમ્પિંગ સુવિધા મળતી હોવાથી લાંબી કતારો જોવા મળે છે. અને જ્યાં સર્વર ડાઉન અને કર્મચારીઓના રીશેષ જેવી પરેશાનીથી એક દિવસમાં 250 જેટલા લોકોને સુવિધા મળે છે. જયારે બાકી રહેતા લોકોને દિવસભર લાઈનમાં ઉભા રહેવા છતાં બીજા દિવસે ધક્કા ખાવા પડે છે.

ઇ સ્ટેમ્પિંગમાં એક તરફ લોકો લાઈનોમાં ઉભા રહી હેરાન થાય છે. તો બીજી બાજુ દસ્તાવેજ પ્રક્રિયા સાથે જોડાયેલા વકીલોને પણ મોટા સ્ટેમ્પ માટે હેરાન થવું પડે છે. જે અંગે વકીલ દ્વારા જણાવાયું હતું કે ઓનલાઈન પ્રક્રિયા એક તો નેટની તકલીફથી ધીમી ચાલે અને સાથે જ ભીડને લઈ સવારે 11 થી 4 સુધી કામ પૂર્ણ કરવાનું હોય તે સમય દરમિયાન કામ પૂરું થવામાં પણ વિલંબ થાય છે. અને જે દસ્તાવેજના કામ એક દિવસમાં થતા તેના માટે બે થી ચાર દિવસ ધક્કા ખાવા પડે છે.

Share This Article