આજના સમયમાં નજીવી બબતે બોલા-બાલી, માર-જુઠ વધી રઈ છે.લોકો સામાન્ય બાબતમાં ઉસ્કેરાઈ જાય છે અને કોઈ ના કરવા જેવું કામ કરી દેતા હોય છે. આવો જ એક બનાવ બન્યો છે, ભરૂચના આમોદ નગરના માંડવા ફળિયા મોટા તળાવ પાસે નજીવી બાબતે એક આધેડનું દાંતીના ઘા જિંકી હત્યા કરી દેવાતા ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સુત્રિય માહિતી અનુસાર આમોદ નગરમાં રહેતા મનુ રાઠોડ પાછળ પોતાના ઘર પાસે જમતા જમતા અભદ્ર ભાષા બોલતા હોય સામે રહેતા કાશીબેને વિનોદ ઉકેડ રાઠોડને કહ્યું હતું કે મનુ રોજ અભદ્ર ભાષા બોલ્યા કરે છે. જેની રીસ રાખી વિનોદે તેના ઘરમાંથી દાંતી લઈ આવી મનુના મોઢાના તેમજ છાતીના ભાગે દાંતીના ઘા ઝીંકી મનુ રાઠોડનું ઢીમ ઢાળી દિધી હતું. હત્યા સંદર્ભે રમેશ ચંદુ રાઠોડે આમોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારા વિનોદ રાઠોડની ધરપકડ કરી હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -