રશિયાની ફટાકડા ફેક્ટરીમાં થઈ ખતરનાક આતશબાજી, વીડિયો આવ્યો સામે

admin
1 Min Read

દક્ષિણ રશિયાના એક શહેરમાં આવેલ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથ જ ફેક્ટરીમાં રહેલ ફટાકડાની ખતરનાક આતશબાજી થઈ હતી જેના દ્રશ્યો કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા જે હાલમાં વાયરલ થઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ, રવિવારે રશિયા સ્થિત એક ફટાકડા ફેક્ટરીમાં આગ લાગી ગઈ. જ્યારે આગ લાગી ત્યારે અંધારું હતું. એવામાં આખું આકાશ ફટાકડાની રોશનીથી ચમકી ઊઠ્યું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે ફટાકડાની આ ફેક્ટરીમાં આગ લાગતા મોટાપાયે નુકસાન થયુ છે. જ્યારે આગ કેવી રીતે લાગી તે અંગેનુ કારણ હજી સુધી સામે આવ્યુ નથી.

એક રિપોર્ટ મુજબ આ ઘટના રવિવારે 6 ડિસેમ્બરે દક્ષિણી રશિયાની ROSTOV ON DON શહેરમાં બની હતી. આગ લાગી હોવાની ઘટનાની જાણ થતાં આગ ઉપર કાબૂ મેળવવા માટે 300થી વધુ ફાયર ફાયટર્સ કામે લાગ્યા હતા. અચાનક ફટાકડા ફેક્ટરીમાં લાગેલી આગથી આકાશમાં પેરાશૂટ ફૂટી રહ્યા હતા. જેના ધડાકાઓથી આકાશ રંગબેરંગી બની ગયું હતું. તો આસપાસના વિસ્તારમાં અફરાતફરી પણ મચી જવા પામી હતી. હાલ આ ખતરનાક આતશબાજીના દ્રશ્યો સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

Share This Article