15 વર્ષમાં વધી માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ, જાણો એવરેસ્ટની નવી ઊંચાઈ અંગે કોણે કરી જાહેરાત

admin
1 Min Read

દુનિયાના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈને લઈને હવે વિવાદ થાળે પડ્યો છે. ચીન અને નેપાળે સંયુક્ત રીતે જાહેરાત કરી છે કે માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈ હવે 8848.86 મીટર છે. એવરેસ્ટની નવી ઊંચાઈની જાહેરાત નેપાળના વિદેશ મંત્રી અને ચીનના વિદેશ મંત્રી દ્વારા કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, નેપાળ અને ચીને વિશ્વના સૌથી ઊંચા પર્વત એવા માઉન્ટ એવરેસ્ટની નવી સત્તાવાર ઉંચાઈ સંયુક્ત રીતે જાહેર કરી છે. માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈ 8,848.86 મીટર હોવાનું જણાવાયું છે. નવી ઊંચાઈ અગાઉ કરાયેલા સર્વેક્ષણની તુલનાએ 86 સેન્ટિમીટર વધુ છે.

ભારત સર્વેક્ષણ દ્વારા 1954માં કરાયેલી માપણી વખતે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8,848 મીટર છે. નેપાળ સરકારે એવરેસ્ટની સચોટ ઊંચાઈ માપવાનો નિર્ણય કર્યો હતો. એવરેસ્ટની ઊંચાઈને લઈને છેલ્લા ઘણા વર્ષોથી માંગ ઉઠી હતી અને ચર્ચા થઈ રહી હતી. એક અંદાજ મુજબ 2015માં આવેલા વિનાશક ભૂકંપ તેમજ અન્ય કુદરતી કારણોસર એવરેસ્ટની ઊંચાઈમાં આંશિક બદલાવ આવ્યો હતો.નેપાળના વિદેશ મંત્રીએ કહ્યું કે આ એક ઐતિહાસિક દિવસ છે. માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈ 8,848.86 મીટર છે. નેપાળ દ્વારા 2011થી એવરેસ્ટની ઊંચાઈ માપવાનું કામ ચાલી રહ્યું હતું. નેપાળના સર્વેક્ષણ વિભાગ સચોટ માપ સેન્ટિમીટરમાં છે.

Share This Article