માંગરોળમાં મૃત શાર્ક માછલી મળી આવી, તંત્ર દ્વારા દરિયા કિનારે જ શાર્ક માછલીની દફન વિધિ કરાઇ

admin
1 Min Read

માંગરોળના દરિયા કિનારે મૃત શાર્ક માછલી તણાઈ આવતા તંત્ર દ્વારા બહાર કાઢી કિનારે જ દફન વિધિ કરવામાં આવી હતી. મહત્વનુ છે કે, માંગરોળના દરિયા કિનારે એક વિશાળ કદની શાર્ક માછલી મળી આવી હતી. મૃત હાલતમાં માછલી મળી આવતા તંત્રને જાણ થતા પોલીસ સહિતનું તંત્ર માંગરોળ દરિયા કિનારે દોડી ગયું હતું.

તેમજ તંત્ર દ્વારા માછીયારાની મદદથી અને ખારવા સમાજના આગેવાનોની મદદથી માછલીને દરિયા કિનારે મોટો ખાડો કરી દફન કરવામાં આવી હતી. તેમજ વિશાળ માછલી માંગરોળના દરિયા કિનારે તણાઈ આવવાની વાત સોશિયલ મીડિયાના માધ્યમથી વાયુ વેગે પ્રસરી જવા પામી હતી. મહત્વનુ છે કે, હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે કોઈ પણ વ્યક્તિને ઘ્ર્માથી બહાર નીકળવાના આદેશ નથી.

Share This Article