રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસમાં ઘટાડો

admin
1 Min Read
Microscopic illustration of the spreading 2019 corona virus that was discovered in Wuhan, China. The image is an artisic but scientific interpretation, with all relevant surface details of this particular virus in place, including Spike Glycoproteins,

ગુજરાતમાં હજી પણ કોરોનાનું સંક્રમણ યથાવત જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 30 ઓક્ટોબર સાંજથી 31 ઓક્ટોબર સાંજ સુધીમાં વધુ 935 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 1,72,944 થઈ છે. તો બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 1014 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

રાજ્યમાં 24 કલાકમાં વધુ 5 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 3719 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,56,119 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 227 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 178, વડોદરામાં 119 અને રાજકોટમાં 68 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 13106 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.

Share This Article