દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદ અને મહેસાણામાં કરશે તિરંગા યાત્રા

Subham Bhatt
1 Min Read

કેજરીવાલ એક મહિનામાં બીજી વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આ મામલે પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સુરતમાં પ્રેસ કોંફરન્સ કરીને માહિતી આપી હતી. કેજરીવાલ 6 જુનના રોજ અમદાવાદ અને મહેસાણમાં તિરંગા યાત્રા કરશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તમામ પાર્ટીના નેતાઓ મતદાતાઓને રિઝવવા માટે અવનવા પેતરાઓ કરી રહ્યા છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતમાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષએ પ્રેસ કોનફરન્સ કરી આ અંગેની માહિતી આપી હતી. અરવિંદ કેજરીવાલ આગામી 6 તારીખે ગુજરાત પ્રવાસે આવશે. તેઓ અમદાવાદ અને  મહેસાણા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે કેજરીવાલના નેતૃત્વમાં તિરંગા યાત્રાનું આયોજન થશે.

Delhi Chief Minister Arvind Kejriwal will pay a triangular visit to Ahmedabad and Mehsana

યાત્રા પતાવ્યા બાદ અમદાવાદ એરપોર્ટ આવી દિલ્હી જવા રવાના થશે. કેજરીવાલ 6 તારીખ બપોરે 3 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે ત્યાંથી મહેસાણા જશે. રેલી દરમ્યાન જ કેજરીવાલ લોકોને સંબોધન કરશે. માત્ર રેલીનું આયોજન છે કોઈ જાહેર સભા નહીં થાય. આગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં પણ કેજરીવાલનું આગમન થવાની વાત કરી હતી. વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં આપ આવવાથી ભાજપને ખૂબ ડર લાગી ગયો છે.મહત્વની વાત એ છે હાલ ગુજરાતમાં આપ પગપસેરો કરવાના પ્રયાસો કરી રહી છે ત્યારે ભાજપનું ગઢ ગણાતા વિસ્તારમાં પણ રેલીઓ અને તિરંગા યાત્રાનું આયોજન કરીને મતદાતાઓને રિજવાના પ્રયાસો કરી રહી છે.

Share This Article