અમરેલી-રાજુલા ગામમાં એમેઝોન કંપનીના પાર્સલની આડમાં વિદેશી દારૂની ડીલીવરી

Subham Bhatt
1 Min Read

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનો વેપાર થઈ રહ્યો છે રોજે કોઈને કોઈ જગ્યાએ દારૂનો જથ્થો પોલીસદ્વારા પકડી પાડવામાં આવે છે. રાજયમાં દારૂબંધી હોવા છતાં દારૂનો વેપલો ચાલી રહ્યો છે.જેને લઈ પોલીસ પર પણઅનેક સવાલો ઊભા થાય છે. પોલીસથી બચવા માટે બુટલેગરો વિવિધ ઉપાયો અજમાવતા હોય છે. ત્યારે અમરેલીજિલ્લાના રાજુલા ગામમાં એમેઝોન કંપનીના પાર્સલની આડમાં વિદેશી દારૂની ડીલીવરીની ઘટના સામે આવી છે.

Delivery of Foreign Liquor in Amreli-Rajula Village Behind Amazon Parcel

ડીલીવરી બોયને 16 ઈંગ્લીશ દારૂની બોટલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની 16 બોટલ સાથે 5250 ની કિંમતનો દારૂ સાથે ઝડપાયો હતો. કાર્તિકગોહિલએ રાજુલામાં આવેલા મફતપરામાંથી ઝડપી પાડ્યો હતો તેવું રાજુલા પોલીસ એ પોતાના નિવેદનમાં જણાવ્યુ હતું.

Share This Article