અમરેલી-દરીયામાં અધવચ્ચે સગર્ભા મહિલાની ડિલિવરી

Subham Bhatt
1 Min Read

ગાંધીના ગુજરાતમાં રસ્તાઓ પર સગર્ભા મહિલાઓને ડિલિવરીની ઘટનાઓ બની છે પણ મધ દરીયામાં અધવચ્ચે સગર્ભમહિલાની ડિલિવરીની ઘટના ગઈકાલે અમરેલી જિલ્લાના શિયાળબેટ ટાપુ ની સગર્ભા મહિલાને થતા દેવદૂત સમાનની 108 નાસ્ટાફએ સફળ ડિલિવરી બોટ માજ કરાવીને માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો ને દરિયા વચ્ચે ડિલિવરીની ઘટનાજાફરાબાદના દરિયામાં ઘટી હતી. જાફરાબાદ રાજુલાના દરિયા વચ્ચે આવેલ ટાપુ શિયાળબેટ માં 12 હજારની વસ્તી ધરાવે છેપણ આરોગ્યની સુવિધાઓમાં શૂન્ય હોય ત્યારે ગઈકાલે શિયાળબેટની સગર્ભા મહિલા ગીતાબેન બલધિયાને ડિલિવરીનો દુખાવોઉપડતા ત્વરિત 108 ને જાણ કરતા પીપાવાવની 108 નો સ્ટાફ શિયાળબેટ ટાપુ પહોંચીને સગર્ભા મહિલાને હોડી મારફતે હોસ્પિટલમાં ખસેડી રહ્યા હતા

Delivery of mid-pregnant woman in Amreli-Darya

ત્યારે સગર્ભા મહિલાને દરિયાના ઉછળતા મોજાઓ 108 ના સ્ટાફ દ્વારા હોડીમાં સાડીઓનીઆડસ ઉભી કરીને સગર્ભા મહિલાને સફળ ડિલિવરી કરવાની અભૂતપૂર્વ ઘટના નિર્માણ પામી હતી ને દરિયા વચ્ચે ગીતાબેનબલધિયાએ ફુલ જેવી દીકરી ને જન્મ આપ્યો હતો ને હોડી કાંઠે લાવીને 108 મારફતે રાજુલા સિવિલ હોસ્પિટલમાં વધુ સારવારઅર્થે ખસેડેલ હતી ને ત્યાં માતા ગીતાબેન અને બાળકને ઓબ્જર્વેશન રાખીને વેકસીન સહિતની કામગીરી રાજુલાના મહિલા તબીબ સ્ટાફે કરી હતી

Share This Article