ઈન્ડિયા શબ્દ હટાવી ભારત કરવા ઉઠી માંગ, જાણો કારણ?

admin
2 Min Read

શું તમને ખબર છે આપણા દેશના કેટલા નામ છે? ભારતના બંધારણના પ્રથમ અનુચ્છેદમાં લખ્યું છે ઈન્ડિયા એટલે કે ભારત. અહીં સવાલ એ પણ છે કે દેશ એક છે તો નામ એક કેમ નહીં. આ મામલો હવે એક અરજી સ્વરુપે હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે જેના પર સુનાવણી કરવામાં આવશે.

મુઘલોના શાસનકાળમાં આપણા દેશને હિંદુસ્તાન કહેવામાં આવતુ હતુ. પછી અંગ્રેજોનુ શાસન આવ્યુ જેમણે ઈન્ડિયા કહેવાનુ શરૂ કરી દીધુ. આ દરમિયાન મોટાભાગના દેશવાસીઓએ ભારત નામને પસંદ કર્યુ. દેશની આઝાદી બાદ આના પર લાંબી ચર્ચા છેડાઈ.

ત્યારબાદ બંધારણમાં ભારત અને ઈન્ડિયા બંને નામ લખવામાં આવ્યા. હવે દેશનુ નામ ઈન્ડિયાની જગ્યાએ માત્ર ભારત કરવાની માંગ ઉઠી છે. આ માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. જેના પર ચીફ જસ્ટીસ એસએ બોબડેની પીઠ આવતીકાલે સુનાવણી કરશે.

અરજીકર્તા મુજબ ભારત સંઘ ઈન્ડિયા નામને હટાવવામાં નિષ્ફળ રહ્યા છે, આ નામ ગુલામીનુ પ્રતીક છે. આ નામ ન હટવાથી જનતાની ભાવનાઓને ઠેસ પહોંચી છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે ઈન્ડિયાની જગ્યાએ ભારત નામકરણ દેશમાં એક રાષ્ટ્રીય ભાવના પેદા થશે. આ મામલે 29 મેના રોજ સુનાવણી થવાની હતી પરંતુ જસ્ટીસ બોપન્ના અને જસ્ટીસ ઋષિકેશ રૉયની પીઠે મુખ્ય ન્યાયાધીન એસએ બોબડેની અનુપસ્થિતિતના કારણે આની સુનાવણી ટાળી દીધી હતી. આ કેસમાં હવે સુપ્રીમ કોર્ટ આવતીકાલે સુનાવણી કરશે.

Share This Article