રાજ્યસભામાં શક્તિસિંહ કે ભરતસિંહ કોણ જશે?

admin
2 Min Read

ગુજરાત રાજ્યસભાની 4 બેઠકો માટે 19મી જૂને ચૂંટણી યોજાવા જઇ રહી છે. સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. જો કે તેમાં દરેક ધારાસભ્યો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે માટે ખાસ આયોજન કરવામાં આવશે. સાંજે 5 વાગ્યા બાદ મતગણતરી યોજાશે.

ભાજપ તરફથી રમીલાબેન બારા, નરહરિ અમીન અને અભય ભારદ્વાજને ઉભા રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહીલ અને ભરતસિંહ સોલંકીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, મહત્વપૂર્ણ બાબતએ છે કે ગુજરાત વિધાનસભામાં બીજેપી અને કોંગ્રેસનું સંખ્યાબળ જોતા બીજેપીના ત્રણ અને કોંગ્રેસનો એક સભ્ય ચૂંટાય શકે તેમ છે. કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ બે ઉમેદવારોમાંથી કોને પ્રથમમત આપવો તે કોંગ્રેસના ધારાસભ્યો માટે માથાનો દુખાવો બની રહેવાનો છે.

પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મોટાભાગ ના ધારાસભ્યો સમર્થનમાં હોવાથી શક્તિસિંહ ગોહિલની મુશ્કેલી વધી શકે છે. જોકે કેન્દ્રીય નેતૃત્વની પ્રથમ પસંદગી શક્તિસિંહ ગોહિલ છે. જેને લીધે કોંગ્રેસમાં આંતરીક ડખા થઇ શકે છે.

આમ પણ કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીને લઈ ડખો થયો હતો. જોકે કોંગ્રેસ દ્વારા તેમના ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીમાં વહીપ આપવામાં આવશે. જેનો તમામ ધારાસભ્યોએ પાલન કરવાનું રહેશે.

ત્યારે જોવાનું રહ્યું કે બીજેપી તેની ત્રણ બેઠકો જાળવી રાખશે કે પછી કોંગ્રેસ બીજેપી પાસે થી એક બેઠક આંચકી લેવામાં સફળ થશે.અત્યારે તો બીજેપી ના અભય ભારદ્વાજ ,રમીલા બારા ની જીત નિશ્ચિત માનવા માં આવે છે.જયારે બીજેપીના ત્રીજા ઉમેદવાર ની જીત બીટીપી અને એનસીપી ના સમર્થન પર રહેલી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ ના શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી માંથી કોણ રાજ્યસભા માં પ્રવેશ કરવા માં સફળ થશે તે તો સમય બતાવશે.

Share This Article