વળતર ચુકવવા ખેડૂતો દ્વારા કરાઈ માંગ

admin
1 Min Read

બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે જિલ્લામાં મોટાપાયે પાકોને નુકશાન થયું છે. જેના કારણે ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયનિય બની છે. સૌથી વધુ મગફળીના પાકને નુકસાન પહોંચ્યું છે. તેમજ મકાઈ, બાજરી અને પશુઓ માટેના ઘાસચારાને પણ નુકસાન પહોંચ્યું છે. ત્યારે જિલ્લાના ખેડૂતોની માગણી છે કે વહીવટી તંત્ર ઝડપથી સર્વે કરી અને થયેલા નુકશાનનું વળતર ચૂકવે. આ માટે જિલ્લાના કિસાન સંઘ મેદાનમાં ઉતર્યું છે અને  વહિવટી તંત્ર સર્વે કરી નુકશાનનું વળતર ચુકવે તેવી માંગ કરી છે. તંત્ર દ્વારા ચુકવવામાં આવનાર વળતરથી ખેડૂતો નવા પાકોનું વાવેતર કરી શકશે. મહત્વનું છે કે, મોંઘા ભાવના બિયારણો લાવી અને આકરી મજૂરીથી જે ખેડૂતોએ મહેનતથી પાક વાવ્યો હતો તેનો કમોસમી માવઠાએ સત્યાનાશ વાળી નાખ્યો છે. ત્યારે જિલ્લા કિસાન સંઘે આ અંગે પોતાનો વિરોધ નોંધાવી તંત્ર ઝડપથી તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવે તે અંગે રજુઆત કરી છે.

Share This Article