હવે મથુરામાં શ્રીકૃષ્ણના ભક્તો કોર્ટના દ્વારે, મસ્જિદ હટાવવાની કરી માંગ

admin
1 Min Read

અયોધ્યા બાદ હવે મથુરામાં શ્રીકૃષ્ણના મંદિરનો મામલો કોર્ટના દ્વારે પહોંચ્યો છે. અયોધ્યા કેસમાં વિજયી થઇ રામલલા વિરાજમાન થયા પછી હવે મથુરામાં પણ શ્રીકુષ્ણ ભગવાનના ભક્તોએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ પર બનેલી મસ્જિદ હટાવવાની માંગ સાથે મથુરાની સિવિલ કોર્ટમાં એક કેસ કરવામાં આવ્યો છે.જેમાં જન્મભૂમિ પરિસરની 13 એકર જમીન પર કબ્જો માંગવામાં આવ્યો છે અને શાહી મસ્જિદ ઈદગાહ હટાવવાની માંગ કરવામાં આવી છે.

ભગવાન શ્રીકૃષ્ણ બિરાજમાન અને સ્થાન શ્રીકૃષ્ણ જન્મભૂમિના નામથી દાખલ કરાયેલી પિટિશનમાં કહેવાયુ છે કે, જે જગ્યાએ હાલમાં મસ્જિદ છે ત્યાં જ જેલ હતી અને તેમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. જો કે પ્લેસેજ ઓફ વર્શિપ એક્ટ 1991 આ મામલે મોટી મુસીબત બની રહ્યો છે.

આ એક્ટ મુજબ વિવાદિત રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસને લઇને માલકીના હક પર ચુકાદામાં છૂટ આપવામાં આવી હતી. આ એક્ટ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવ્યા બાદ બનાવાયો હતો.જે પ્રમાણે આઝાદીના દિવસથી જે ધર્મસ્થળનો કબ્જો જેની પાસે છે તેની પાસે જ રહેશે. ગત વર્ષે જ્યારે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યટો ત્યારે જ કાશી મથુરા સહિતના દેશના વિવાદીત ધર્મસ્થળો માટે દરવાજો બંધ કરી દીધો હતો અને કહ્યુ હતુ કે, ઐતિહાસિક ભૂલો કોર્ટ સુધારી શકે નહીં.

Share This Article