દુનિયાભરના દેશોને WHOની ચેતવણી, કોરોનાથી મૃતાંક વધશે જો આ પગલા નહીં લેવાય તો

admin
1 Min Read

કોરોનાનો કહેર વિશ્વભરના અનેક દેશોમાં યથાવત છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)એ કોરોનાને લઈ વધુ એક ચેતવણી આપી છે. દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. તમામ પ્રયત્ન છતાં કોરોના પર અંકુશ મેળવવામાં હજી સુધી સફળતા મળી નથી.

ત્યારે ડબ્લ્યુએચઓએ ચેતવણી આપી છે કે જો વાયરસને રોકવા માટે વૈશ્વિક સ્તર પર જો મોટા અને યોગ્ય પગલા નહીં લેવામાં આવે તો આ વાયરસથી દર્દીઓના સ્વાસ્થ્યને મોટો ખતરો રહેલો છે. ડબ્લ્યુએચઓએ જણાવ્યું કે કોવિડ-19 મહામારીથી મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 20 લાખ થઈ શકે છે.

મહત્વનું છે કે, કોરોનાના કારણે વિશ્વમાં અત્યાર સુધીમાં મૃત્યુની સંખ્યા 10 લાખની નજીક પહોંચી છે. તેવા સમયે ડબ્લ્યુએચઓએ જણાવ્યું છે કે, દુનિયામાં કોરોનાથી મૃત્યુનો આંકડો 10 લાખ સુધી પહોંચવા આવ્યો છે. આ વાયરસની મહામારીને જોતા જો વિશ્વક સ્તરે તેના સંક્રમણને ફેલાતા અટકવવા માટે જો યોગ્ય પગલા નહીં લેવામાં આવે તો આ આંકડો વધીને 20 લાખ પહોંચી શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઈમરજન્સી કાર્યક્રમના નિર્દેશક માઈકલ રેયાને આ અંગેનું નિવેદન આપ્યું હતું. સાથે જ તેમણે કહ્યું કે, હવે આપણે કોરોનાથી થતા મૃત્યુને રોકવા માટે સામૂહિક રીતે પગલા ઉઠાવવા જોઈએ.

Share This Article