યૂક્રેનમાં બની મોટી વિમાન દુર્ઘટના, આગની જ્વાળાઓમાં લપેટાયું વિમાન.. જુઓ વિડિયો

admin
1 Min Read

યુક્રેનમાં એક મોટી વિમાન દુર્ઘટના સામે આવી છે. જ્યાં શુક્રવારે વિમાન દુર્ઘટનામાં સેનાનું વિમાન ક્રેશ થતા ખળભળાટ મચ્યો છે. આ વિમાનમાં 28 લોકો સવાર હતા જે પૈકી 22 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ખસેડાયા છે. આ ઉપરાંત ચાર લોકો લાપતા હોવાની વિગત સામે આવી છે.

મળતી માહિતી મુજબ, સેનાનું ક્રેશ થયેલા વિમાનમાં ચાલક દળના સદસ્યો સહિત કુલ 28 લોકો સવાર હતાં. વિમાન લેન્ડિંગના સમયે ક્રેશ થયુ હોવાની વિગત સામે આવી હતી. લેન્ડીંગના સમયે જ આ વિમાનમાં આગ લાગી હતી અને જોતજોતામાં વિમાન આગની જ્વાળાઓમાં લપેટાયુ હતું.  

બનાવની જાણ થતાં સ્થાનિક ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને એમ્બુલન્સની ટીમ રાહત અને બચાવ કામગીરી માટે પહોંચ્યા હતા. આગને ભારે જહેમત બાદ કાબુમાં લેવામાં આવી હતી. જોકે, વિમાનમાંથી 22 લોકોના મૃતદેહ હાથ લાગ્યા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી સારવાર અર્થે ખસેડાયા છે. જ્યારે ચાર લોકો હજી લાપતા છે, જેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Share This Article