જામનગરના ચેલા 2માં ગંદકીના ગંજ

admin
1 Min Read

જામનગર તાલુકાના ચેલા ગામ માં છેલ્લા ઘણા સમયથી સાફ સફાઈના અભાવે ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. ચેલામાં એફ.સી.આઈ ઘઉંના ગોડાઉન પાસે સ્લમ વિસ્તાર ગંદકી હોવાથી માંદગી અને ભયનું વાતવરણ ઉભું થયું છે. સ્થાનિકો દ્વારા અવારનવાર અહીં સાફ-સફાઈની રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા અહીં ભારે ગંદકી ફેલાઈ છે. તેમજ જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અહીં મચ્છરનો ઉપદ્રવ પણ ખૂબ વધ્યો છે જેના કારણે સ્થાનિકો ડેન્ગ્યુ સહિતના રોગનો ભોગ બને તેવી દહેશત જોવા મળી રહી છે. હાલ જામનગરમાં રાજ્યના સૌથી વધુ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જે વિસ્તારોમાં ગંદકી તેમજ સાફ-સફાઈનો અભાવ છે ત્યાં સર્વેની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે ચેલા ગામમાં પણ સાફ સફાઈ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જી.જી. હોસ્પિટલમાં ૫૮ દર્દીઓ ડેન્ગ્યુંની બીમારીની સારવાર લઈ ગયા છે. જેમાં ૪૫ દર્દીઓનો ઉમેરો થયો છે. જામનગર શહેર અને જિલ્લાનું આરોગ્ય તંત્ર હજુ ડેન્ગ્યુનો રોગચાળો પૂરી રીતે કાબુમાં આવ્યો ન હોવાથી જરૂરી કામગીરી કરી રહ્યું છે.

Share This Article