જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં વરસાદના કારણે મગફળી પલડી

admin
1 Min Read

જામનગરમાં કમોસમી વરસાદના કારણે હાપા માર્કેટિંગ યાર્ડમાં આવેલા મગફળીના જથ્થાને ભારે નુકશાની થઈ છે યાર્ડમાં મગફળીની 1500 જેટલી ગુણી વરસાદમાં પલળી જતા વેપારીઓ અને ખેડૂતોને ભારે નુકશાની ભોગવવી પડી હતી, જામનગરમાં ગઈકાલે સાંજે આવેલા ભારે કમૌસમી વરસાદના કારણે હાપા માર્કેટિંગ યાર્ડમાં આવેલા મગફળીના મોટા જથ્થાને ભારે નુકશાન થયું છે જામનગરમાં ભારે વરસાદના કારણે મોટાભાગની મગફળી પાણીમાં તરતી દેખાઈ હતી યાર્ડમાં મગફળીનો જથ્થો ખુલ્લામાં રાખ્યો હોવાથી અને વ્યવસ્થિત ઢાંકવામાં ના આવતા મગફળીની અંદાજે 1500 જેટલી ગુણી વરસાદના પાણીમાં પલળી ગઈ અને કેટલોક જથ્થો પાણીમાં તરતો નજરે પડ્યો હતો જેના લીધે મગફળીના વેપારી અને ખેડૂતોને ભારે નુકશાની ભોગવવી પડી છે તેમજ જામનગર આજુબાજુના કેટલાક ગામોમાં પણ વરસાદના કારણે ખેતરોમાં મગફળીના પાતરાને નુકશાની થઈ છે. અંદાજે ૧૫૦૦થી વધુ મગફળીની ગુણીઓ પલડી જતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદે મગફળી, એરંડા કપાસના પાકને ભારે નુકસાન કર્યું છે.

Share This Article