ભરૂચના હાંસોટ તાલુકા સ્થિત પંડવાઇ સુગર ફેકટરી ના પટાંગણ માં ભરૂચ જિલ્લા નો ૭૦ મો વન મહોત્સવ કાર્યક્રમ રમત ગમત અને સહકાર મંત્રી ઇશ્વર સિંહ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો દરમિયાન દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી પ્રસંગે મંત્રી શ્રી ઇશ્વર સિંહ પટેલે જણાવ્યું હતું કે આપણાં ભરૂચ જિલ્લા ના પનોતા પુત્ર કનૈયાલાલ મુન્શી એ ૧૯૫૦ માં વૃક્ષારોપણ ની શરૂઆત કરી હતી અને તેવા પનોતા પુત્ર ને યાદ કરી તેમનું વૃક્ષારોપણ નું જે સપનું હતું તે આપણો ભરૂચ જીલ્લો ગુજરાત માં સૌથી વઘુ વૃક્ષારોપણ કરી પૂરું કરે અને ગુજરાત માં વૃક્ષ રોપાણ માં ભરૂચ જિલ્લો પ્રથમ રહે તેવી આશા વ્યક્ત કરી હતી. ઉપરાંત રમત ગમત ક્ષેત્રે આપણા ગુજરાત ના યુવક – યુવતીઓ જે મેડલ મેળવ્યા છે તેમને યાદ કરી અભિનંદન પાઠવ્યા હતા. ફોરેસ્ટ વિભાગ તરફથી આપણ ને મફત વૃક્ષો આપવામાં આવે છે તેને આપણે વાવી એ તો છીએ પણ જોઈએ તેટલા વૃક્ષો નું જતન કરતાં નથી તો આપણે વૃક્ષો વાવી ને તેનું કાળજી રાખી જતન કરીશું એવી આશા વ્યક્ત કરી હતી ભરૂચ જિલ્લાના ખેડૂતો, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત તથા સખી મંડળ તથા સરપંચો દ્વારા વધુ વૃક્ષ નું વાવેતર કરનારને બધાને ચેક આપી તેમનું અભિવાદન કર્યું હતું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જંબુસર ના ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, કલેક્ટર શ્રી મતિ ક્ષીપ્રા આદ્રે, ડી. વાય. એસ. પી. ઝાલા સાહેબ, વન વિભાગના અધિકારીઓ તથા પદાધિકારીઓ તથા જિલ્લાના પર્યાવરણ તથા પ્રકૃતિ પ્રેમીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -