અમદાવાદના આંગણે યોજાયો ડોગ શો, વિવિધ બ્રીડના ડોગ બન્યા આકર્ષણનું કેન્દ્ર

admin
1 Min Read

અમદાવાદ શહેરના આંગણે શ્વાન પ્રેમીઓ માટે ખાસ ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના ડોગ પ્રેમીઓ પોતાના ડોગને લઈને આ શોમાં ઉપસ્થિત રહ્યા હતા.

કેનાઈન ક્લબ દ્વારા માંગલ્ય વાટિકા એસજી હાઈવે પર આ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 35થી 40 બ્રીડના ડોગ સામેલ થયા હતા. તેમાં મુખ્યત્વે બોક્સર, રોટવાલર, ગોલ્ડન રિટ્રાઈવર, લેબ્રાડોર, ઈંગ્લિશ મેસ્ટિફ, હસ્કી વગેરે બ્રીડના ડોગ જોવા મળ્યા હતા.

આ ડોગ શોમાં ડોગ અને તેમના ઓોનર વચ્ચે ફેમિલી જેવો ભાવ જોવા મળ્યો હતો. તેમાં ઉપસ્થિત રહેલા શહેરીજનોને ડોગ ઓનર દ્વારા તેમના ડોગની વિશેષતાઓ જેવી કે ટ્રેનિંગ, ફૂડ તથા તેમની સમજશક્તિ વગેરેને લઈને પરિચય કરાવ્યો હતો.

(ડોગ શોના આયોજક)

આ શોમાં જ્યુરી તેમજ ડોગ એક્સપર્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ડોગ શોમાં મોટી સંખ્યામાં અમદાવાદીઓ હાજર રહ્યા હતા.

Share This Article