ઉત્તરપ્રદેશના ડેલિગેશને લીધી ગુજરાતની મુલાકાત, ઉ.પ્રદેશ કરી શકે છે અમદાવાદ-ગાંધીનગરના સ્માર્ટ સિટી મોડલનું અનુકરણ

admin
1 Min Read

દેશના વિવિધ રાજ્યોના શહેરોને હાલ સ્માર્ટ સીટી અંતર્ગત વિકસાવવામાં આવી રહ્યા છે જે અંતર્ગત રાજ્ય સરકારો દ્વારા પણ અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે ઉત્તરપ્રદે્શ સરકારે પણ સ્ટેટ લેન્ડ ફંડિંગ હેઠળ 10 સ્માર્ટ સિટીઝ અને 7 સ્માર્ટ સિટીઝ વિકસાવવાનો એક લક્ષ્યાંક નક્કી કર્યો છે.

જે માટે એકે ગુપ્તા ઉત્તરપ્રદેશના પ્રાદેશિક શહેર અને પર્યાવરણીય અધ્યયન કેન્દ્ર (RCUES) લખનઉના નિયામક અને અર્બન પ્લાનર (RCUES)ના પ્રિયંકા કુમારની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે અમદાવાદ અને ગાંધીનગર સ્માર્ટ સિટી આઈસીસીસી નિયંત્રણ વિભાગ સહિત ગિફ્ટ સિટીની મુલાકાતે લીધી હતી.

ઉત્તર પ્રદેશ સરકારે સ્ટેટ લેંડ ફંડિંગ હેઠળ 10 સ્માર્ટ સિટીઝ અને 7 સ્માર્ટ સિટીઝ વિકસાવવાનું એક મિશન હાથ ધર્યું છે. જે માટે પ્રાદેશિક શહેર અને પર્યાવરણીય અધ્યયન કેન્દ્ર, લખનૌ આરસીયુઇએસએ ભારત સરકારના સહયોગથી સ્માર્ટ સિટી મિશન ભારત દ્વારા એક શહેરી નવીનીકરણ અને પુનર્નિર્માણ કાર્યક્રમ શરૂ કર્યો છે.

જે હેઠળ ઉત્તર પ્રદેશનું એક સરકારી ડેલિગેશન ગુજરાતની મુલાકાતે આવ્યું હતું. સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા એસસીએમ અંતર્ગત અમદાવાદમાં પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે, તેથી આ ડેલિગેશને અમદાવાદ સ્માર્ટ સિટી, ગીફ્ટ સિટી અને ગાંધીનગર સ્માર્ટ સિટીનો અભ્યાસ કર્યો હતો. જે ભવિષ્યમાં ઉત્તર પ્રદેશના ભાવિ સ્માર્ટ શહેરો માટે અપનાવી શકાય છે.

Share This Article