ટ્રમ્પના આગમન પહેલા ગુજરાત પહોંચ્યા પીએમ મોદી, અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી સહિતના નેતાઓએ કર્યું સ્વાગત

admin
1 Min Read

દરેક ગુજરાતી માટે આજનો દિવસ બહુ જ ખાસ બની રહેવાનો છે. કારણ કે, પહેલીવાર અમેરિકાના કોઈ રાષ્ટ્રપતિ દિલ્હી ન જઈને સીધા ગુજરાત પધારવાના છે. ત્યારે આખુ ગુજરાત અમેરિકાના આ મોંઘેરા મહેમાનના સ્વાગત માટે આતુર છે. અમેરીકન રાષ્ટ્રપતિના આગમન પહેલા પીએમ મોદી ગુજરાત આવી પહોંચ્યા છે….

અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું…. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની યજમાની ગુજરાત કરવા જઈ રહ્યું છે.

ટ્રમ્પને એરપોર્ટ લેવા માટે ગાડીઓનો કોન-વે કાફલો એરપોર્ટ પહોંચી ચુક્યો છે. રાષ્ટ્રપતિ ટ્રંપ, પત્ની મેલેનિયા અને પુત્રી ઈવાન્કા સાથે અમદાવાદમાં આવી પહોંચશે. સેનાની ત્રણેય પાંખોના વડાની હાજરીમાં પ્રમુખ ટ્રંપને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ગાર્ડ ઓફ ઓનર પછી ડેલિગેશનના તમામ પ્રતિનિધિઓની ઈમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરીને પીએમ મોદી અને ટ્રંપ સાબરમતી આશ્રમ જવા રવાના થશે. ત્યારે પીએમ મોદી ટ્રમ્પના સ્વાગત માટે એરપોર્ટ પહોંચી ગયા છે…

Share This Article