ગોધરામાં પીવાના પાણીની પાઈપ લાઈન લીક

admin
1 Min Read

એક બાજુ સરકાર દ્વારા અનેક સમાચાર પત્રો અને ન્યુઝ ચેનલો તેમજ બેનરો લગાવીને પાણી બચાવો જીવન બચાઓની મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. ગોધરા શહેરના વોર્ડ નંબર ૧૦ માં શુદ્ધ પીવાના પાણી ની પાઈપ લાઈન લીક હોય અને હાજરો લીટર પાણી બહાર સોસાયટીના રોડ ઉપર વેડફાઈ રહયું છે ત્યારે નગર પાલિકા તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ આ લિકેજ રીપેરીંગની  કામગીરી કરવામાં ન આવતા  આ લીકેજ પાઇપ લાઈનને લીધે આગળના ઊંચાણવાળા વિસ્તારોમાં પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થવા પામી છે. હાલમાં ગોધરા નગર પાલિકા જાણે ગોધરા શહેરની સમસ્યાઓને લઈને જાણે બહેરા મૂંગા જેવી હાલતમાં હોય ત્યારે હવે આ શુદ્ધ પીવાના પાણીને વેડફાટ થતો જોઈને નગર પાલિકા તંત્રની આંખો હવે આંધળી થઈ ગઈ હોય તેવી લોક મુખે ચર્ચાઓ ચર્ચામાં છે.ત્યારે શુદ્ધ પીવાના પાણીનો આ રીતે બગાડ થતો અટકાવવા કુંભ કર્ણની નિદ્રામાંથી નગર પાલિકા તંત્ર ક્યારે જાગશે? કે પછી આજ રીતે સરકારની પાણી બચાઓ જીવન બચાવો જાહેરાતો નગર પાલિકા તંત્રને લાગુ પડતુ જ ના હોય તેમ રહેવા દેશે. હવે એ જોવાનું રહ્યું કે આ લીકેજ રીપેરીંગનું કામ નગર પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે કે નઈ ?

Share This Article