કોરોના અંગેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સકારને ટકોર, મફતમાં કોરોનાનો ટેસ્ટ થાય તેવી સુવિધા ઉભી કરો : સુપ્રીમ કોર્ટ

admin
1 Min Read

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોરોના વાયરસને લઈ ટકોર કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસનો ટેસ્ટ મફતમાં કરાવવાની વ્યવસ્થા ઉભી કરવા સરકારને જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ખાનગી લેબ કોરોના ટેસ્ટના વધુ પૈસા લઈ રહી છે જેથી ત્યાં પણ મફતમાં ટેસ્ટ ઉપલબ્ધ થાય તે  જોવાની જવાબદારી સરકારની છે.

કોરોના અંગેની સુનાવણી દરમિયાન કોર્ટે ડોક્ટરોને યૌદ્ધા બતાવતા તેમની સુરક્ષાનું ધ્યાન રાખવા પણ જણાવ્યું. ન્યાયમૂર્તિ અશોક ભૂષણની ખંડપીઠે કહ્યું હતું કે એવી વ્યવસ્થા વિકસાવવામાં આવે કે જેથી ટેસ્ટ માટે લોકો પાસે લેવામાં આવેલી ફી પરત કરી શકાય. ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ રવીન્દ્ર ભટ્ટની બનેલી ખંડપીઠે કેન્દ્રને કહ્યું હતુ કે દેશભરમાં 118 લેબોરેટરીમાં દરરોજ 15 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને તેની ક્ષમતા વધારવા 47 પ્રાઈવેટ લેબોરેટરીને તપાસ માટે મંજૂરી આપી રહ્યા છીએ.

સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ શશાંક દેવ સુધિએ દાખલ અરજીમાં કહ્યું હતું કે કોર્ટ કેન્દ્ર તથા અધિકારીઓને આદેશ આપે કે કોરોના વાઈરસથી સંક્રમણની તપાસ મફત એટલે કે વિના મૂલ્યે કરવામાં આવે, કારણ કે આ ટેસ્ટ ખૂબ જ મોંઘા હોય છે..

Share This Article