કેસ વધવાની સાથે અમારો એક્શન પ્લાન વધુ ત્વરીત બનશે, દેશમાં કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યા વધીને 5194 થઈ

admin
1 Min Read

દેશમાં કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યા વધીને 5194 થઈ ગઈ છે. આ મહામારીથી અત્યાર સુધીમાં 149 લોકોના મોત થઈ ચુક્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 773 નવા કેસ સામે આવ્યા છે. કોરોના વાઈરસના સંક્રમણને પગલે વિશ્વ સામે એક મોટુ સંકટ સર્જાયુ છે. ભારત પણ કોરોનાથી મુક્ત રહી શક્યુ નથી…

અલગ-અલગ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે કોરોના અંગે તાલીમ આપવા માટે ઓનલાઈન પોર્ટલ લોંચ કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય સુવિધાઓને વધારવામાં આવી રહી છે. કોરોનાની સ્પેશ્યલ હોસ્પિટલ અને સેન્ટરો ખોલવામાં આવશે…

દેશના દરેક જીલ્લામાં કોરોના પર કામ કરવામાં આવી રહ્યું છે. જો જરૂર જણાશે તો અમે સ્ટેડિયમનો પણ ઉપયોગ કરશું…આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે જણાવ્યું કે, કેસ વધવાની સાથે અમારો એક્શન પ્લાન પણ વધુ ત્વરીત બનશે. તેમણે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 773 કેસ સામે આવી ચુક્યા છે. સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે, કેન્દ્રએ વર્તમાન સમયમાં જ નહીં ભવિષ્યમાં પણ હાઈડ્રોક્સી ક્લોરોક્વીનની કોઈ અછત ન સર્જાય તે સુનિશ્ચિત કર્યું છે.

Share This Article