અમદાવાદ મ્યુનિ. કમિશનરે BAPS ચેરિટી વર્ક્સની મુલાકાત લીધી, બીએપીએસના સંતો અને સ્વયંસેવકોની સેવાથી પ્રભાવિત થયા

admin
2 Min Read

અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આવી સ્થિતિમાં જરુરીયાતમંદ અને ગરીબ પરિવારોને બે ટંક ભોજન મેળવવુ મુશ્કેલ બની રહ્યું છે.

જોકે, રાજ્ય સરકારની સાથે સાથે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ જરુરીયાતમંદોની સહાય માટે આગળ આવી છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા હાલ દેશના વિવિધ ભાગોમાં જરુરીયાતમંદોની સેવામાં જોડાઈ છે.ત્યારે અમદાવાદ સ્થિતિ શાહિબાગ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ હાલ ચેરીટી વર્ક્સ ચાલી રહ્યું છે. જેની અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.

આ પ્રસંગે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ વિજય નેહરાને સમગ્ર ચેરિટી કાર્ય અંગે વાકેફ કર્યા હતા અને શાકભાજી વિતરણ માટેની સમગ્ર પ્રક્રિયા નિહાળીને મ્યુનિસિપલ કમિશનર નેહરા પ્રભાવિત થયા હતા. અંતે, તેમણે તથા પૂજ્ય સ્વામીજીએ ભગવાન સ્વામિનારાયણની પ્રતિમા પર અભિષેક પણ કર્યો હતો.

વર્તમાન વૈશ્વિક કોરોના મહામારીનાં સમયમાં અમદાવાદનાં મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) અને BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દરરોજ શહેરની ઝૂંપડપટ્ટીમાં રહેતાં જરૂરિયાતમંદોને તાજાં આરોગ્યપ્રદ શાકભાજી પૂરી પાડવાનું કાર્ય કરી રહ્યાં છે. મહત્વનું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર મુલાકાતના ફોટો અને વિડિયો પોસ્ટ કરીને બીએપીએસ સંસ્થાના સંતો અને સ્વયંસેવકોનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.

Share This Article