કોરોના સામેની જંગ માટે કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય, એક વર્ષ સુધી તમામ સાંસદોના પગારમાં 30 ટકાનો કાપ

admin
1 Min Read

કોરોના વાયરસ મહામારીના સંકટને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ દ્વારા કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઇ હતી.કોરોના વાયરસ સામેની જંગમાં મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે એક વર્ષ સુધી તમામ સાંસદોના પગારમાં 30 ટકા ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સાસંદોના પગારનો ઉપયોગ કોરોના વાયરસથી લડવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પણ એક વર્ષ સુધી પોતાની સેલેરી 30 ટકા ઓછી લેશે.કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, તમામ સાંસદો પાસેથી ઓછો પગાર લેવાની મંજૂરી મળી ગઈ છે. વડાપ્રધાન, મંત્રી અને તમામ સાંસદો 30 ટકા ઓછો પગાર લેશે. આ ઉપરાંત સાંસદોને મળતા ફંડ 10 કરોડ પણ 2 વર્ષ સુધી નહીં મળે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે સરકાર અધ્યાદેશ બહાર પાડશે.

Share This Article