રાજ્યમાં 10 દિવસમાં 7 વૃદ્ધો સહિત 21 દર્દીએ કોરોનાને આપી માત, રાજકોટના 75 વર્ષીય વૃદ્ધાને તો વેન્ટીલેટરની પણ જરુર ન પડી

admin
1 Min Read

રાજ્યભરમાં કોરોના નામની મહામારીએ હાહાકાર મચાવ દીધો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા અહેવાલ મળ્યા ત્યાં સુધી 146 પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવ્યા છે. જોકે, આ પોઝિટિવ કેસોની વચ્ચે પણ રાજ્યની જનતા માટે સારા સમાચાર એ છે કે અત્યાર સુધી કોરોના નામની આ મહામારીને માત આપી 21 લોકો સાજા થઈ ચુક્યા છે.

 

28 માર્ચે અમદાવાદમાં ફિનલેન્ડથી આવેલી સુમિતિસિંઘ નામની યુવતી સ્વસ્થ થનારી પહેલી દર્દી બની હતી. ત્યાર બાદ તેણીને રજા આપવામાં આવી હતી.અત્યાર સુધીમાં રાજ્યમાં 21 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જેમાં અમદાવાદના 7, સુરતના 5, રાજકોટના 3, વડોદરાના 5 અને ગાંધીનગરના 2 કોરોના દર્દીઓ સ્વસ્થ થયા છે.

જેમાં 7 વૃદ્ધનો પણ સમાવેશ થાય છે. આ 7 વૃદ્ધમાંથી રાજકોટના 75 વર્ષના વૃદ્ધાને તો વેન્ટીલેટરની પણ જરૂર પડી નહોતી. જ્યારે હાલ સગર્ભા એવી વડોદરાની ભૂમિકા દેસાઈએ પણ કોરોનાને હરાવ્યો છે.

Share This Article