નાની બાળકીથી લઈ સૌ કોઈએ દિપ પ્રાગટ્ય કરી મોદીની અપીલને સમર્થન આપ્યું, કોરોનાના અંધકારને દૂર કરવા કર્યું દિપ પ્રાગટ્ય

admin
1 Min Read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને કોરોના વાયરસના સંકટથી લડવા માટે દેશને સામૂહિક સંકલ્પ પ્રદર્શન કરવા રવિવાર રાત્રે પોતાના ઘરની લાઈટ બંધ કરીને દિવા પ્રગટાવવા માટે કહ્યું હતું. પીએમ મોદીએ આજે 9 વાગ્યાથી 9 મિનિટ સુધી લોકો દિવડા પ્રગટાવવા કહ્યું હતું. ત્યારે પ્રધાનમંત્રીની આ અપીલ બાદ સમગ્ર દેશમાં લોકોએ સમર્થન આપતા દિવડા પ્રગટાવ્યા છે અને લોકોએ પોતાના ઘરે દિવાઓ પ્રગટાવ્યા છે.  ગુજરાતના પણ વિવિધ ભાગોમાં લોકોએ દિપ પ્રાગટ્ય કર્યા હતા એક સમયે તો જાણે દિવાળી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો..

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં દિષ્ટિ શાહ નામની નાની બાળકીએ પણ i support narendra modi ji કહી કોરોના નામના અંધકારને દૂર કરવા વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલી  અપીલને દિપ પ્રગટાવી સમર્થન આપ્યુ હતું…દોઢ વર્ષની નાની બાળકીનો આ વિડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.. આ ઉપરાંત રાજ્યના વિવિધ ભાગોમાં લોકોએ દિપ પ્રાગટ્ય તેમજ મોબાઈલની ફ્લેશ લાઈટ, ટોર્ચ સાથે અજવાળુ કરીને પીએમ મોદીની અપીલને સમર્થન આપ્યુ હતું…સાથે જ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવાનું પણ જણાવી કોરોનાની મહામારીને રોકવાના સરકારના પ્રયાસોને સમર્થન આપ્યુ હતું….

 

 

Share This Article