મહેસાણાના ઊંઝામાં ચણાની દાળમાં ગઠ્ઠા નીકળ્યા, સસ્તા અનાજની દુકાનદારો દ્વારા લાભાર્થીને છેતરવામાં આવ્યાં

admin
1 Min Read

કોરોના મહામારીના કારણે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે ગુજરાતમાં ગરીબ વર્ગ માટે રાજ્ય સરકાર દ્વારા 1 એપ્રિલથી વિના મૂલ્યે અનાજનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે. જોકે આ દરમિયાન અનાજનું વિતરણ કરતા દુકાનદારો દ્વારા લાભાર્થીઓને છેતરવામાં આવતા હોવાના બનાવ સામે આવી રહ્યા છે.

ત્યારે મહેસાણામાં પંડિત દીન દયાળ ગ્રાહક ભંડારમાંથી વિનામૂલ્યે રાશન અપાયું હતું. જેમાં ચણાની દાળમાં માટી, દાળના ગઠ્ઠા આવ્યા હતા. જેના પગલે લોકોમાં ભારે રોષ ઉદ્દભવ્યો છે. સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી વિના મૂલ્યે  એપ્રિલ માસનુ અનાજનુ વિતરણ ચાલુ કર્યું હતું. પરંતુ પ્રથમ ગ્રાસે માક્ષિકાની જેમ મોટાભાગની દુકાનોમાં જથ્થાને લઈ ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે ટકરાવ થયો હતો. કેટલાક સ્થળોએ પોલીસને દરમિયાનગીરી કરવી પડી હતી. ત્યારે મહેસાણા જિલ્લાના ઊંઝામાં પણ એક લાભાર્થીને આપવામાં આવેલી ચણા દાળમાં દાળના ગઠ્ઠા નીકળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારે આ બનાવ અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Share This Article