ગુજરાતમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો

admin
1 Min Read
Seismograph with paper in action and earthquake - 3D Rendering

રવિવારે રાત્રે 8.13 કલાકે 5.3નો ભૂકંપ આવ્યા બાદ સતત ગુજરાતમાં આફ્ટરશોકના અનુભવ થઇ રહ્યા છે. ગત રાતથી માંડી અત્યાર સુધી કુલ જેટલા આફટરશોક અનુભવાયા છે. ત્યારે કચ્છના ભચાઉમાં આજે ફરી ધરા ધ્રુજી હતી.

બપોરે 12:30થી 1 વાગ્યા સુધીમાં ગાળામાં 3 કંપનો અનુભવાયા હતા. તેમાં પણ પાંચ મિનિટના અંતરે બે મોટા આંચકા અનુભાવાયા હતા. 4.6 રિક્ટર સ્કેલનો 12:57 તથા 3.6નો 1:01 કલાકે આવ્યો હતો. જેમાં તમામનું કેન્દ્રબિંદુ ભચાઉની આસપાસ રહ્યું હતું.

ભૂંકપ આવતા ભુજમાં લોકો ઘર બહાર દોડી ગયા હતા. તો ભચાઉ આસપાસ ગ્રામીણ વિસ્તારોમાં મકાનોને તિરાડો પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં રવિવારે આવેલા ભૂકંપ પછી અત્યાર સુધી 12 જેટલા આફ્ટરશોક ગાંધીનગર સિષ્મોલોજી સેન્ટરમાં નોંધવામાં હતા.

અત્રે નોંધનીય છે કે, ભચાઉ વિસ્તારમાં જ એપી સેન્ટર હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગુજરાત આ અગાઉ 19 જુન 2012 ના દિવસે 5.1 ની તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો હતો ત્યારે એક સપ્તાહ સુધી તેનાથી નાના તીવ્રતાવાળા ભૂકંપ ના આફ્ટરશોક આવ્યા હતા.

Share This Article