સનકી તાનાશાહ કિમ જોંગ અચાનક રડવા લાગ્યો…શા માટે…?

admin
1 Min Read

ઉત્તર કોરિયાના સનકી તાનાશાહ કિમ જોંગ ઉને પોતાના તરફથી દુર્લભ ઘટનામાં દેશની જનતાની માફી માગી છે. કિમ જોંગ ઉને પહેલીવાર પોતાની અસફળતાને લઇને માફી માંગી છે. એક રિપોર્ટ પ્રમાણે, કિમ જોંગે કોરોના મહામારીની મુશ્કેલ પરિસ્થિતિઓમાં અસફળ રહેવાને લઇને માફી માંગી છે. આ દરમિયાન ઉત્તર કોરિયાના શાસકની આંખમાં આંસુ પણ આવી ગયા હતા.

પોતાની પાર્ટીની 75મી વર્ષગાંઠ પર સંબોધિત કરતા તે ઉત્તર કોરિયાના લોકોની આશાઓ પર ખરો ના ઉતરી શક્યો અને આ કારણે તે માફી માંગી રહ્યો છે. પોતાના પૂર્વજો અને વિરાસતનો ઉલ્લેખ કરતા કિમ જોંગે કહ્યું કે, કિમ 2 સંગ અને કિમ જોંગ ઇલના મહાન ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે આ દેશના લોકોએ મને જવાબદારી સોંપી છે, પરંતુ મારા પ્રયત્નો અને ગંભીરતા લોકોની જિંદગીની મુશ્કેલીઓ ઓછી કરવા માટે પર્યાપ્ત સાબિત નથી થઈ. મને આનો અફસોસ છે.

કહેવામાં આવી રહ્યું છે કે કિમ જોંગ ઉનનું આ રીતે અચાનક ભાવુક થવું દર્શાવે છે કે કોરોના વાયરસની મહામારી અને પરમાણુ હથિયારોને લઇને લાગેલા પ્રતિબંધોના કારણે તેમની લીડરશિપ પર ઘણો જ દબાવ છે. પોતાના ભાવુક ભાષણ દરમિયાન કિમ જોંગ ઉને કોરોના વાયરસની મહામારીના કારણે આખી દુનિયામાં ચાલી રહેલા પડકારજનક સમયનો ઉલ્લેખ કર્યો. કિમ જોંગે દક્ષિણ કોરિયાની સાથે સંબંધો સુધારવાની ઇચ્છા પણ જાહેર કરી.

Share This Article