ઉનાળું વેકેશન બાદ આજથી રાજ્યની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ

Subham Bhatt
1 Min Read

ઉનાળું વેકેશન પૂર્ણ થતાં આજથી ગુજરાત શિક્ષણ બોર્ડનું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું .વર્ષ 2022-23 ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. તમામ સ્કૂલો નાના ભુલકાઓ અને વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠી છે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને આવકારવા સ્કૂલોમાં વિશેષ તૈયારી કરાઈ છે. વિદ્યાર્થીઓને કંકુ ચોખાનો તિલક કરીને સ્કૂલમાં તેમનું સ્વાગત કરાયું .કોરોનાને કારણે ઓનલાઇન શિક્ષણ લેવા વિદ્યાર્થીઓ સતત મજબૂર બન્યા હતા, ત્યારે આ વર્ષની શરૂઆત ઓફલાઈન એજ્યુકેશન સાથે થતા વાલીઓ માટે પણ રાહતના સમાચાર છે. બીજી તરફ કોરોનાના કેસોમાં વધારો થવાથી વાલીઓમાં પણ સંક્રમણને લઈને ચિંતાઓ છે.

Educational work in state schools starts from today after summer vacation

 2 વર્ષ બાદ સત્ર શરૂ થતાં જ પહેલા દિવસથી જ સ્કૂલો ઓફલાઇન શરૂ થઈ છે. સ્કૂલે આવતા જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો તો કેટલાક બાળકો રડતા રડતા પણ સ્કૂલે આવ્યા હતા. જોકે સ્કૂલ તરફથી પણ પ્રથમ દિવસ હોવાથી બાળકોને ખૂબ પ્રેમથી આવકાર્યા હતા.મેમનગર એચબી કાપડિયા સ્કૂલ પણ આજથી શરૂ થતાં પહેલાં જ દિવસે સ્કૂલમાં બાળકો સ્કૂલવાન- રીક્ષા,વાલી સાથે અથવા પોતાની જાતે સાયકલ લઈને સ્કૂલે આવ્યા હતા. સ્કૂલમાં પહોંચતા બાળકોને સ્કૂલની બહાર ગ્રાઉન્ડ ઉભા રાખવામાં આવ્યા હતા.બાળકોને સ્કૂલમાં તિલક કરીને તથા એક માર્ગદર્શિકા આપીને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

Share This Article