રાજ્યસભાની 55 બેઠકો માટે 26 માર્ચે યોજાશે ચૂંટણી, ગુજરાતની પણ ચાર બેઠકો પર યોજાશે ચૂંટણી

admin
1 Min Read

ગુજરાત રાજ્ય સહિત દેશના 17 રાજ્યોની બેઠકોના સભ્યો માટે આગામી 26 માર્ચના રોજ ચુંટણી યોજાવા જઈ રહી છે. ગુજરાતની વાત કરીએ તો વિધાનસભામાં ધારાસભ્યનું સંખ્યાબળ જોતા ભાજપને એક બેઠક વધારાની ગુમાવવી પડે તેમ છે હાલ આ 4 બેઠકમાંથી ભાજપ પાસે ત્રણ અને કોંગ્રેસની એક બેઠક છે. રાજ્યસભાની એપ્રિલમાં રિટાર્યડ થઈ રહેલા 55 બેઠકોના સભ્યો માટે 26 માર્ચે ચૂંટણી યોજવા અંગેની જાહેરાત ચૂંટણી પંચે કરી છે.

પંચે કહ્યું કે, રાજ્યસભામાં 17 રાજ્યોની આ બેઠકોનો એપ્રિલમાં કાર્યકાળ પુરો થઈ રહ્યો છે.17 રાજ્યોની  55 બેઠકોમાંથી સૌથી વધારે 7
મહારાષ્ટ્રમાંથી, 6 તમિલનાડું, પાંચ-પાંચ બેઠકો પશ્વિમ બંગાળ અને બિહારથી, જ્યારે ચાર-ચાર બેઠકો ગુજરાત અને આંધ્રપ્રદેશથી ત્રણ ત્રણ બેઠકો રાજસ્થાન, ઓરિસ્સા અને મધ્યપ્રદેશમાંથી છે.

રાજ્યસભામાં આ વર્ષે જે મુખ્ય નેતાઓનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે, તેમાં કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, રામદાસ આઠવલે, દિલ્હી ભાજપ નેતા વિજય ગોયલ, કોંગ્રેસના દિગ્વિજય સિંહ અને NCP અધ્યક્ષ શરદ પવાર પણ સામેલ છે. હાલ ભાજપના રાજ્યસભામાં 83 અને કોંગ્રેસના 45 સભ્યો છે. સમીકરણના હિસાબથી રાજ્યસભામાં ભાજપની સંખ્યા 83ની આસપાસ રહેશે અને ગૃહમાં બહુમતી આશા કદાચ પુરી નહીં થઈ શકે. જ્યારે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન , ઝારખંડ અને મહારાષ્ટ્રની સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસને રાજ્યસભામાં તેમની ઘણી સીટો વધારવાની તક મળશે.

Share This Article